VIP Darshan In Gujarat Temples : યાત્રાધામ અંબાજી મંદિરમાં ફરી એકવાર VIP દર્શનને લઈ વિવાદ સર્જાયો છે. જી હા...જગત જનની મા અંબાના ગર્ભ ગૃહમાં જઈને એક અજાણી મહિલાએ દર્શન કરતા સમગ્ર વિવાદ ઉભો થયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કોઈ અજાણી યુવતીએ ડ્રેસ ઉપર સાડી પહેરીને દર્શન કર્યા હતા. પંજાબી ડ્રેસ પહેરેલી યુવતી છેક ગર્ભગૃહ સુધી પહોંચી જતા સમગ્ર વિવાદ અહેવાલોમાં ચમક્યો છે. ટ્રસ્ટના અધિકારીઓએ જુગાડ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અંબાજી મંદિરમાં VIP દર્શનને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ગઈકાલે (ગુરુવાર) અંબાજી મંદિરમાં એક મહિલાએ vip દર્શન કર્યા હતા. VIP દર્શન કરાવવા ટ્રસ્ટના અધિકારીઓએ જુગાડ કર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનામાં ગુરુવારે એક પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવીને ગર્ભ ગૃહમાં મહિલાને એન્ટ્રી આપી હતી. 


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસોમાં માવઠા માટે તૈયાર રહેજો


નેતાઓ પણ બહારથી દર્શન કરે છે 
આવી રીતે ડ્રેસ પર સાડી પહેરાવીને દર્શન કરાવવાનો શું આશય તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. મોટા મોટા રાજનેતાઓ પણ બહારથી દર્શન કરતા હોય છે. રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ સહિતના અનેક નેતાઓ બહારથી માતાના દર્શન કરે છે. રાજ્યપાલ CM ના ધર્મપત્નીએ પણ બહારથી દર્શન કર્યા હતા. ત્યારે કોણ છે આ મહિલા જેને જુગાડ કરીને ગર્ભ ગૃહમાં પ્રવેશ કર્યો તેની ચર્ચાઓ થઈ રહી છે. તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઘટનાને વખોડવામાં આવી રહી છે. પ્રવેશ નિષેધ છતાં સરકારી ટ્રસ્ટીઓની કૃપાથી આ જુગાડ કરાયો છે. 


અધિકારીઓએ જુગાડ કર્યાનું અનુમાન
VIP દર્શન કરાવવા અધિકારીઓએ જુગાડ કર્યાનું અનુમાન સામે આવ્યો છે. એક અજાણી મહિલાને પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવી દર્શન કર્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અંબાજીમાં VIP દર્શનને લઇ ફરી વિવાદ વકરે તેવી સ્થિતી સર્જાઈ છે. અત્રે જણાવીએ અગાઉ પણ મંદિરના વહીવટી તંત્ર પર VIP દર્શનને લઈ આક્ષેપ કરાયો હતો. એવી પણ ચર્ચા છે કે, અંબાજી ટ્રસ્ટમાં સરકારી ટ્રસ્ટીઓએ પણ આ વહીવટ કર્યો છે. રૂપિયા લઈને આ વહીવટ કરાયાનો આક્ષેપ ઉઠ્યો છે. 


ગુજરાત સરકારના આ વિભાગમાં બમ્પર નોકરી નીકળી, ધોરણ10 અને 12 પાસ કરી શકશે એપ્લાય


અગાઉ પણ VIP દર્શનનો મુદ્દે વિવાદ સર્જાયો હતો
અત્રે જણાવીએ કે, અગાઉ પણ અંબાજી મંદિરના પાછળના ભાગેથી VIP ભક્તોને એન્ટ્રી અપાતી હતી. જેમાં મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી રહ્યા હતા. મહત્વનું છે કે મોટા મોટા રાજનેતાઓ, રાજ્યપાલ, CMના ધર્મપત્નીએ પણ બહારથી દર્શન કરે છે. ત્યારે આવી રીતે યુવતીને ડ્રેસ પર સાડી પહેરાવીને દર્શન કરાવવા પાછળનો શું છે આશય. કોણ છે આ મહિલા જેને જુગાડ કરીને ગર્ભ ગૃહમાં કર્યો, આવા અનેક સવાલો પર હાલ ચર્ચા ચાલી રહી છે. 


પગના દુખાવાનો જાદુઈ ઉકેલ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બને છે ખાસ પ્રકારના શૂઝ સોલ