Palmistry: જો હથેળી પર આ નિશાન છે તો તમે કરશો વિદેશ યાત્રા, જીવનમાં નહીં આવે પૈસાની કમી
તમે તમારા જીવનમાં કેટલી પ્રગતિ કરશો. તે તમારી હથેળી પર બનેલી રેખાઓને જોઈને પણ જાણી શકાય છે.
નવી દિલ્હીઃ તમે જીવનમાં કેટલી પ્રગતિ કરશો. તે તમારી મહેનત સિવાય તમારા ભાગ્ય (Luck) પર નિર્ભર કરે છે. તમે તમારા હાથની કર્મવાળી હથેળીને જોઈને (Palmistry) તમારૂ ભાગ્ય જાણી શકો છો.
હથેળી પર હોય છે આ રેખાઓ
હથેળી પર ઘણા પ્રકારની રેખાઓ અને નિશાન હોય છે. હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર (Palmistry) અનુસાર આ બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. તેમાંથી એક રેખા વિદેશ યાત્રા (Foreign Travel) ની પણ છે. હથેળી પર યાત્રા રેખા ઘણી જગ્યાએ બને છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવી વ્યક્તિ ઘણીવાર વિદેશ યાત્રા કરે છે. જેની હથેળીમાં બુધ પર્વતની પાસે કોઈ રેખા નિકળીને સૂર્ય પર્વત પર મળે છે.
આ લોકોને વિદેશ યાત્રાનો સંયોગ
હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) અનુસાર, હથેળી પર બનેલ કેટલાક નિશાન ખુબ શુભ હોય છે. તેમાં ત્રિભુજ જેવું નિશાન ખુબ ખાસ હોય છે. તેવામાં જો ચંદ્ર પર્વત પર ત્રિભુજનું નિશાન હને તો સમજો તમારા જીવનમાં વિદેશ યાત્રાનો યોગ છે. હથેળી પર કોઈ રેખા જીવન રેખાથી નિકળીને ભાગ્ય રેખાને પાર કરે છે અને બીજી તરફ ચંદ્ર પર્વતની તરફ જાય તો વિદેશ યાત્રાનો યોગ બને છે. આ રેખા જેટલી ઉંડી એટલે સ્પષ્ટ હશે, વિદેશમાં વધુ રહેવાનો અનુભવ મળશે.
શરીર પર આ તલ ભાગ્યશાળીનું નિશાન
હથેળી પર બનેલ નિશાન સિવાય તકથી પણ વિદેશ યાત્રાના સંકેત મળે છે. જો કોઈ વ્યક્તિના જમણા કપાળની પાસે કોઈ તલનું નિશાન છે તો તે વ્યક્તિનો વેપાર એક દેશથી બીજા દેશમાં હોય છે. તેવામાં તે વ્યક્તિને વારેવારે વિદેશ જવાની તક મળે છે. જો કોઈ વ્યક્તિના નાક, પગના તળીયા કે અંગૂઠા પર તલ બનેલું છે તો તે વ્યક્તિ જરૂર વિદેશ યાત્રા કરે છે.
વિદેશ જઈને ચમકે છે ભાગ્ય
ચંદ્ર પર્વતથી નિકળીને કોઈ રેખા હથેળી પર રહેલ શનિ પર્વત પર મળે છે તો સમજો આવા વ્યક્તિનું ભાગ્ય વિદેશ જઈ ચમકે છે. જો ચંદ્ર પર્વતથી નિકળે રેખા શનિ પર્વત પર પહોંચી અનેક શાખાઓમાં ફેલાય તો વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.
(નોટઃ આ લેખમાં આપવામાં આવેલી સૂચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube