Panch Mahapurush Yog : ગ્રહોના રાજકુમાર બુધ જૂનમાં શુક્રની રાશિ છોડીને પોતાની રાશિ એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ 14 જૂનના રોજ રાતે 10.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધના ગોચરથી ભદ્ર મહાપુરુષ રાજયોગ કે પંચ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભદ્ર મહાપુરુષ રાજયોગ બનવાથી તમામ રાશિઓ પર તેની સકારાત્મક કે નકારાત્મક અસર જોવા મળશે. તમે પણ જાણી લો કઈ રાશિ પર કેવી અસર થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બને છે આ રાજયોગ
વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે કોઈ જાતકની કુંડળીમાં બુધ કેન્દ્ર એટલે કે પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિ કે પછી મૂળ ત્રિકોણ રાશિમાં સ્થિત હોય ત્યારે તે સમયે ભદ્રા નામથી વિખ્યાત પંચ મહાપુરુષ રાજયોગ બને છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ આ રાજયોગ બનવાથી વ્યક્તિના મનમાં આત્મવિશ્વાસ અને શત્રુઓને નષ્ટ કરવાની અદભૂત શક્તિઓ મળતી હોય છે.


આ સાથે જ વ્યક્તિ બહાદુર થવા લાગે છે. તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવા લાગે છે. જાણો કઈ રાશિઓના જાતકોને આ યોગ કરાવી શકે છે ફાયદો...


મિથુન રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિવાળા માટે ભદ્ર મહાપુરુષ રાજયોગ કે પંચ મહાપુરુષ રાજયોગ ખુબ જ શુભ અને ઉત્તમ ફળ આપશે. આ સમય દરમિયાન મિથુન રાશિવાળા લોકો પોતાની કરિયરને લઈને ગંભીર રહેશે. તેમને કરિયરમાં સારું પરિણામ પણ મળશે. ભદ્ર મહાપુરુષ રાજયોગના પ્રભાવથી મિથુન રાશિવાળાને ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે આ રાજયોગ ખુબ ફળદાયી રહેશે. જે લોકો વેપાર કરતા હશે તેમને ભદ્ર મહાપુરુષ રાજયોગથી ડબલ ફાયદો થઈ શકે છે. વેપાર સંબંધિત મોટી ડીલ હાથ લાગી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે, આમ તેમ ભટકી રહ્યા છે તેમને મોટી કંપનીમાંથી ઓફર મળી શકે છે. મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે. 


તુલા રાશિ
વેપાર કરતા લોકો માટે પંચ મહાપુરુષ રાજયોગ અનુકૂળ સાબિત થશે. વેપાર સંબંધિત લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. આ મુસાફરી તમારા માટે ખુબ લાભકારી રહેશે. મુસાફરી દરમિયાન કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે. આ મુલાકાત ભવિષ્ય માટે ખુબ ફાયદાકારક રહેશે. પૈસા કમાવવાની સારી તકો મળી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળાનું વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને સીનિયરો દ્વારા ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. કાર્યને લઈને તમે વધુ ગંભીર રહેશો. તમારા કાર્યમાં સમર્પણ જોઈને બોસ તરફથી સારા સમાચાર મળી શકે છે. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે ભદ્ર મહાપુરુષ રાજયોગ અનેક રીતે શુભ બની શકે છે. મકર રાશિવાળાને ભાગ્યનો સાથ મળશે. આ સાથે કરિયર સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે. અચાનક કરિયરમાં સફળતા મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 


  (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube