વૈદિક પંચાંગ મુજબ 9 ફેબ્રુઆરીના રોજ પંચ દિવ્ય યોગ અને રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગ લગભગ એક સાથે 500 વર્ષ બાદ બન્યો છે. અત્રે જણાવવાનું કે આ દિવસે આદિત્ય મંગળ, બુધાદિત્ય યોગ, ચતુર્ગ્રહી યોગ, મહાલક્ષ્મી યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થયું છે. હકીકતમાં બુધ અને સૂર્યના મકર રાશિમાં રહેવાથી બુધાદિત્ય યોગ, મંગળ, અને સૂર્યના મકર રાશિમાં ગોચરના કારણે આદિત્ય મંગળ યોગ બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ મકર રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્રમાના રહેવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે જ મંગળ અને ચંદ્રમાના મકર રાશિમાં પ્રવેશથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે અને ઉચ્ચ રાશિમાં મંગળ ગ્રહ હોવાથી રૂચક યોગ બની રહ્યો છે. આ યોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. ધન દૌલતમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...


મેષ રાશિ
તમારા માટે આ પાંચ રાજયોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને કરિયરમાં ખુબ સારી તકો મળી શકે છે. તમારા માટે ઉન્નતિ અને સફળતાના રસ્તા ખુલશે. આ ઉપરાંત તમારા લોકોનું કૌટુંબિક જીવન પણ ખુબ સારું રહેશે. નોકરીયાતોને નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓને સારો લાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. 


વૃષભ રાશિ
પંચ રાજયોગનું બનવું એ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ પંચ રાજયોગ તમારી રાશિથી નવમાં ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમે કામકાજ સંબંધિત દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. તમને પિતા અને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં ચાર ગણો વધારો જોવા મળશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો શુભ સાબિત થઈ શકે છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ શકે છે. 


કર્ક રાશિ
તમારા માટે પંચ રાજયોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના સપ્તમ ભાવમાં બની રહ્યો છે. વેપારીઓને સારો નફો રળવાની તક મળશે. આ સાથે જ તમને બિઝનેસમાં  અનેક સારી તકો મળશે. પરિણીત લોકોનું દાંપત્ય જીવન શુભ રહેશે. અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube