Panchak March 2024: હિન્દુ ધર્મમાં પંચક યોગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પંચાંગ અનુસાર જ્યારે પંચક શરૂ થાય ત્યારથી 5 દિવસો દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવા જોઈએ નહીં. માર્ચ મહિનામાં 8 તારીખ પંચક યોગ શરુ થશે. તેથી 8 માર્ચ થી 12 માર્ચ સુધી કેટલીક બાબતોને લઈને સાવધાન રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે પંચક દરેક મહિનામાં પાંચ દિવસ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ મહિનામાં પંચક


આ પણ વાંચો: Vastu Tips: મંદિરમાં સ્થાપિત કરો આ 3 દેવી-દેવતાઓની મૂર્તિઓ, જીવનમાં વધશે સુખ સમૃદ્ધિ


માર્ચ મહિનામાં 8 માર્ચે રાત્રે 9 કલાકથી પંચક યોગ શરૂ થશે સાથે જ આ દિવસે ભદ્રા યોગ પણ આ તારીખે હશે. માર્ચ મહિનામાં પંચક 12 માર્ચે ઉતરશે.


પંચક એટલે શું ? 


પંચકનો અર્થ થાય છે કોઈપણ કાર્ય પાંચ વાર કરવું. પંચક વિશે કહેવાય છે કે આ સમય દરમિયાન કેટલાક કાર્ય કરવામાં આવે તો તેમાં વારંવાર અસુવિધા થાય છે અને તેને વારંવાર કરવું પડે છે. તેથી આ સમય દરમિયાન એવા કાર્ય ન કરવા જેનું રિપીટેશન યોગ્ય નથી. 


આ પણ વાંચો: Mangal Gochar 2024: માર્ચ મહિનામાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 4 રાશિઓને થશે લાભ


મહાશિવરાત્રી અને પંચક


8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રી પર હશે. જોકે ભગવાન શિવની પૂજામાં પંચક નડતું નથી. તેથી આ દિવસે રુદ્રાભિષેક સહિતની પૂજા કરવાથી લાભ થાય છે. પંચકની શરૂઆત થઈ હોવા છતાં પણ શિવજીની આરાધના અને પૂજા પાઠ કરી શકાશે.


આ પણ વાંચો: Budh Ast 2024: ધન, વેપારનો કારક ગ્રહ બુધ 1 માર્ચે અસ્ત થશે, આ 4 રાશિઓ રહે સંભાળીને


પંચકમાં શું ન કરવું ? 


પંચક દરમ્યાન કોઈ પણ પ્રકારના ઓપરેશન કરાવવા જોઈએ નહીં. જો ગંભીર સ્થિતિ ન હોય તો પંચક દરમિયાન દવા લેવાની શરૂઆત પણ ન કરવી. જે કાર્યોમાં રુચિ ન હોય તેવા કાર્યની શરૂઆત પણ પંચકમાં ન કરવી. સ્થાયી કાર્ય એટલે કે મકાન નિર્માણ, મકાનમાં બોરિંગ બનાવવું જેવા કાર્ય પણ પંચક દરમિયાન શરૂ ન કરવા. પંચક દરમિયાન નવી નોકરી માટે અપ્લાય કરવાથી પણ બચવું. પ્રમોશન માટેની પ્રક્રિયા પણ આ સમય દરમિયાન શરૂ કરવાનું ટાળવું.


આ પણ વાંચો: માર્ચ મહિનો 12 માંથી 4 આ રાશિઓ માટે લવ લાઈફ, કરિયર અને આર્થિક દ્રષ્ટિએ સાબિત થશે શુભ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)