પ્લેન, ટ્રેન હોય કે કાર... કોના માટે એક સીટ રિઝર્વ રાખે છે બાબા બાગેશ્વર!
Bageshwar Sarkar: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાલમાં જ એક તસવીર શેર કરી છે... ચાર્ટર્ડ પ્લેનમાં એક સીટ પર બાલાજી સરકાર બિરાજમાન છે... કહેવાય છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે બાલાજી સરકારને સાથે લઈને જાય છે
Bageshwar Daham Sarkar: પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાની કથાઓ દરમિયાન દિવ્ય દરબાર લગાવે છે. દિવ્ય દરબારમાં તેઓ લોકોનું ભવિષ્ય અને ભૂતકાળ પણ બનાવે છે. તેઓ કહે છે કે, આકોઈ ચમત્કાર નથી. આ બધુ જ બાલાજી સરકારની કૃપાથી થાય છે. તેમની સરકાર બાગેશ્વર ધામમાં બિરાજમાન છે. બહુ જ ઓછા લોકો જાણે છે કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે પોતાની સાથે બાલાજી સરકારને લઈને નીકળે છે.
બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી એક તસવીર ટ્વિટ કરી છે. આ તસવીરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એક ચાર્ટર્ડ પ્લેનમાં છે. ચાર્ટર્ડ પ્લેનની અંદર એક સીટ પર બાલાજી સરકાર બિરાજમાન છે. તેમની સાથે તેઓએ લખ્યુ છે કે, જન્મોજન્મ તક તમે મારા અને હું તમારો દાસ છું. બાલાજી સરકાર મારા પર એટલી કૃપા વરસાવો કે હુ તમારી પાસે અને તમે મારી પાસે રહો.
તૈયાર રહેજો! હવામાન વિભાગની નવી ભવિષ્યવાણી : નવેમ્બરમાં પણ આવશે વરસાદ
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી આ તસવીરને લાખો લોકોએ જોઈ અને લાઈક્સ આપી. લોકો તેના પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યાં છે. અનેક લોકોના મનમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે, ચાર્ટર્ડ પ્લેનમાં બાલાજી સરકાર કેમ બિરાજમાન છે. આ વાત બહુ ઓછા લોકોને ખબર છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે પણ બાગેશ્વર ધામથી બહાર જાય છે, તો તેમના બાલાજી સરકારને સાથે લઈને નીકળે છે.
દરેક જગ્યાએ તેમના માટે વ્યવસ્થા કરાય છે
આ પાછળ એક કહાની એવી છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યા પણ જાય છે બાલાજી સરકાર માટે અલગ વ્યવસ્થા હોય છે. તેમના માટે પ્લેનમાં સીટ રિઝર્વ રાખવામાં આવે છે. એટલુ જ નહિ, બાગેશ્વર બાબાના કાફલામાં બાલાજી સરકાર માટે અલગ કારની વ્યવસ્થા હોય છે. કથાની પીઠ પર તેમના માટે અલગ આસન હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા દાવો કરે છે કે, હું બાલાજીનો સેવક છું, બધુ તેમન કૃપાથી જ થાય છે.
સુરત સામુહિક આપઘાતમાં નવું રહસ્ય ખૂલ્યું : મનીષ દર મહિને લાખોનો લોનનો હપ્તો ભરતો