Pitra Dosh Upay: આ તારીખે છે વર્ષ 2024 ની પહેલી અમાસ, પિતૃ દોષ દુર કરવા અમાસ પર કરો આ ઉપાય
Pitra Dosh Upay: અમાસની તિથિ 10 જાન્યુઆરીએ રાત્રે 8.10 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 11 જાન્યુઆરી સાંજે 5 કલાક પછી થશે. તેથી પોષ મહિનાની અમાસ 11 જાન્યુઆરી 2024 અને ગુરુવારે ગણાશે.
Pitra Dosh Upay: જો તમારે પણ પિતૃદોષના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો આ દોષને દૂર કરવાનો શુભ દિવસ નજીક આવી ગયો છે. પોષ મહિનો પિતૃઓને સમર્પિત મહિનો છે. આ મહિનામાં વર્ષ 2024 ની પહેલી અમાસ પણ આવશે જે દિવસે પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. વર્ષની પહેલી અમાસના દિવસે કેટલાક ઉપાય કરી લેવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.
પોષ મહિનાની અમાસની તિથિ 10 જાન્યુઆરીએ રાત્રે 8.10 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 11 જાન્યુઆરી સાંજે 5 કલાક પછી થશે. તેથી પોષ મહિનાની અમાસ 11 જાન્યુઆરી 2024 અને ગુરુવારે ગણાશે.
આ પણ વાંચો: Ram Darbar: ઘરની આ દિશામાં પધરાવો શ્રીરામ દરબારની તસવીર, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
અમાસના દિવસે કરો આ ઉપાય
આ દિવસે પૂર્વજોના નામથી તર્પણ, પિંડદાન, પવિત્ર નદીમાં સ્નાન, દાન કરવું શુભ ગણાય છે. આમ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તમને પિતૃદોષથી મુક્તિ મળે છે.
અમાસની પૂજા વિધિ
અમાસના દિવસે સવારે વહેલા જાગી જવું અને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય પૂજા કરવી. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ રંગના ફૂલ અને કાળા તલ ઉમેરી સૂર્યને જળ ચઢાવો. સૂર્યને અર્ધ્ય દેતી વખતે પિતૃઓનું નામ મનમાં લેવું.
આ પણ વાંચો: Budh Gochar 2024: બુધ ગ્રહના ધન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકો થશે માલામાલ
ત્યાર પછી આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તેમાં જળ અર્પણ કરવું આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોવાનું કહેવાયું છે.
અમાસના દિવસે ઈચ્છા અનુસાર અને શક્તિ અનુસાર જરૂરિયાત મંદને ચોખા કે દૂધ જેવી વસ્તુઓ દાનમાં આપી શકો છો. આ સિવાય ભૂખ્યાને ભોજન કરાવવાથી પણ પૂર્વજોની કૃપાદ્રષ્ટિ તમારા પર રહેશે.
આ પણ વાંચો: Shukra Gochar 2024: શુક્ર ફળશે 3 રાશિઓને, 18 જાન્યુઆરી પછી આ લોકોનો બદલશે સમય
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)