ગુજરાતના વધુ એક મંદિરનો તઘલખી નિર્ણય, પાવાગઢમાં હવે નારિયેળ નહિ વધેરી શકાય
Pavagadh Temple : અંબાજી બાદ પ્રસાદ મામલે પાવાગઠ મંદિરમાં પણ વિવાદ..... મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર મુકાયો પ્રતિબંધ.... દુધિયા તળાવમાં પણ નહીં વધેરી શકાય નાળિયેર....
Pavagadh Temple : અંબાજી બાદ વધુ એક મંદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિરમાં નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે. પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચશે તો દંડ થશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયથી ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ મંદિર ટ્ર્સ્ટના નિર્ણયથી ભકતો અને વેપારીઓમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.
અંબાજી મંદિર બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક તઘલગી નિર્ણય લીધો છે. અંબાજી બાદ હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવો નિર્ણય કરાયો છે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે જ છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન કરાયું છે. સ્વચ્છતાનું બહાનું કરી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયો લેવાયો હોવાનું કહેવાય છે. વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરાઈ. આ નિર્ણય આજથી જ પાવાગઢ મંદિરમા અમલી બનશે. મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે. જેથી સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં એકવાર પગ મૂકો, આ જગ્યાઓ જોઈને તમારું મન ભરાઈ જશે
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત તેમજ તાત્કાલિક અમલમાં મુકવા માટેની સૂચના અપાઈ છે. જે મુજબ, આજ તારીખ 14/ 3 /23 ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે
1. તારીખ 20 3 23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં.
2. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે .
3. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.
4. જે વેપારીઓ પાસે થી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાન માં સ્વચ્છતા રાખવા માં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારશ્રી ના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે .
5. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી.
6. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું
અંબાજીનો વિવાદ
ગુજરાતમાં અંબાજી મંદિરનો મોહનથાળ હાલમાં ટોક ઓફ ધી ટાઉન છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદ બંધ કરીને ફરજિયાત રીતે ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. આ ચીકી માત્ર ૮થી ૧૦ રૂપિયામાં પડતર કિંમતની હોવા છત્તા શ્રધ્ધાળુઓ પાસેથી ૨૫ રૂપિયાની ઉઘાડી લૂંટ થઈ રહી છે. આ મુદ્દો ચારેકોર ગાજી રહ્યો છે. લોકો આક્રોશ સાથે કહે છે કે, મા અંબાને વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચઢાવાય છે એ પ્રસાદનું ઘણુ જ મહત્વ છે. અમારી આસ્થા જોડાયેલી છે. અમે લોકોએ કે અન્ય કોઈએ પણ પ્રસાદી બદલવાની માગણી કરી નહોતી. આમ છતાં મોહનથાળને બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરીને પ્રસાદીનું પણ વ્યાપારીકરણ કરાઈ રહ્યું છે. લોકોની લાગણી વચ્ચે વાત એવી વહેતી થઈ છે કે, કોઈ મંત્રી કે નેતાના નજીકના વ્યક્તિને ફાયદો કરાવવા ચીક્કીનો પ્રસાદ લવાયો છે.
ડરના જરૂરી હૈ : ગુજરાતના આ શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત, દેશમાં ત્રીજું