ઝી બ્યૂરો, અમદાવાદઃ ફેંગશુઈ એ ચીની વાસ્તુશાસ્ત્ર છે. જેનો પ્રયોગ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. આજના સમયમાં સુખી અને સારા જીવન માટે ધન હોવું ખૂબ જ આવશ્યક છે, અને એટલા જ માટે લોકો વધુને વધુ ધન પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરે છે. લોકો એવું માને છે કે જો ધન હશે તો ઘરમાં આપોઆપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જશે. ત્યારે ઘરમાં સુખ શાંતિ માટે તમે મહેનતની સાથે ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું આ ફેંગશુઈ વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


-માછલીઓની જોડને ઘરમાં લટકાવવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, માછલીની જોડને ઘરમાં રાખવાથી ધન લાભની સાથે સાથે નોકરીમાં પણ બઢતી મળે છે.


-ઘરની પૂર્વ દિશામાં તળાવ અથવા તો ફૂવારા હોવાનું શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ મુજબ, તળાવ અને ફૂવારાના પાણીની લહેર ઘરની તરફ આવે તો લક્ષ્મીનો વાસ હંમેશા ઘરમાં રહે છે.


નાડાછડી વગર કેમ અધૂરી ગણાય છે પૂજા? જાણો નાડાછડીનો બ્રહ્મા, વિષ્ણ અને મહેશ સાથે શું છે સંબંધ


-ઘરમાં નદી, તળાવ અથવા તો ઝરણાના ફોટાને હંમેશા ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. ક્યારેય પણ હિંસક ફોટાને ઘરમાં ન લગાવવો જોઈએ. કહેવાય છે કે, હિંસક ફોટાથી નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે.


-ફેંગશુઈ મુજબ ઘરમાં કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ અથવા ડ્રેગનનો ફોટો ઘરમાં રાખવો શુભ છે. કહેવાય છે કે, આ વસ્તુઓ ઘરમાં રાખવાથી નેગેટિવ એનર્જી પ્રવેશ નથી કરતી.



-ફેંગશુઈ મુજબ ગ્રીન છોડને માટીના વાસણની અંદર ઘરમાં પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાલી આવે છે.


-લવબર્ડ, મેન્ડરેન ડક જેવા પક્ષી પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ પક્ષીઓની મૂર્તિની જોડ ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ શાસ્ત્ર મુજબ, આનાથી વ્યાવહારિક જીવનમાં ખુશહાલી આવે છે.


-જો તમારી ઓફસમાં મોટો હોલ છે તો ફેંગશુઈ મુજબ, ત્યાં ધાતુથી બનેલી કોઈ પણ વસ્તુઓને રાખવી શુભ મનાઈ છે. માનવામાં આવે છે કે ધાતુની વસ્તુથી પ્રગતિ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube