Ganga Dussehra: ગંગા દશેરાનો દિવસ માતા ગંગાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગંગા ભગવાન શિવની જટાઓમાંથી નીકળી પૃથ્વી પર આવ્યા હતા. જ્યેષ્ઠ માસની દશમીની તિથિ પર ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વખતે ગંગા દશેરા 30 મે 2023 અને મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે પીળી સરસવના કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ, સુખ અને ધન પ્રાપ્ત થાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Shanivar Upay: આ અચૂક ઉપાયથી શનિદેવ તુરંત થાય છે પ્રસન્ન, મળશે બેહિસાબ ધન અને સફળતા


આ પક્ષીઓ અચાનક ઘરની અગાસી પર આવી કરે કિલકિલાટ તો સમજી લેવું થવાનો છે લાભ


Surya Gochar 2023: બુધની રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, આ 4 રાશિને મળશે ધન અને સફળતા


ગંગા દશેરાના દિવસે કરો આ સરળ ઉપાય


- જો જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો ગંગા દશેરાના દિવસે પીળી સરસવને ગંગા જળથી ધોઈ પીળા કપડામાં રાખો. ત્યારબાદ સરસવ સાથે કપૂર બાંધી પોટલી બનાવો. તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


- જો કોઈ વ્યક્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છે છે તો ગંગા દશેરાના દિવસે કાચની વાટકીમાં પીળી સરસવ રાખી તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. બીજા દિવસે વાટકી સહિત સરસવનું દાન કરો. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.


- જો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થતા હોય તો ઘરમાં પીળી સરસવ સળગાવવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે. આ ઉપાયથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
 
- જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો ગંગા દશેરાની સાંજે કપૂર અને પીળી સરસવને બાળી લો. હવે તેનાથી આખા ઘરમાં ધૂપ કરો. આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)