Peepal Upay : પીપળાના ઝાડને આપણા ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં અનેક દેવી-દેવતાઓનું વાસ હોય છે. પીપળાની પૂજા કરવાથી તેમાં બિરાજતા દેવી-દેવતા લોકો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. આજ કારણ છે કે પીપળાના ઝાડની હંમેશા પૂજા થાય છે અને તેને કાપવામાં પણ નથી આવતું. પરંતુ ઘણી વખત ઘરની અગાસી કે દિવાલ ઉપર પીપળાનું ઝાડ અચાનક જ ઉગી જાય છે. તે સમયે ખૂબ જ મુશ્કેલી થાય છે કે પીપળાના કાપવું કે ન કાપવું.... જો આવી સ્થિતિ તમારી સાથે પણ સર્જાય તો તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તેના ઉપાય તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહેનત કર્યા પછી પણ હાલત છે કંગાળ ? તો બાબા નીમ કરોલીના કહેલા ઉપાયથી બનો ધનવાન


વર્ષ 2023 નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે, જાણો કઈ રાશિ પર તેની શું અસર થશે ?


 


આ રાશિ માટે વર્ષોથી બંધ કિસ્મતના તાળાં ખોલશે 'શનિ'ની રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ



પીપળાનું ઝાડ ઉગવાનો અર્થ 
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ઘરની અગાસી ઉપર કે દીવાલમાંથી અચાનક પીપળાનું ઝાડ ઉગે તો તેનો અર્થ શું થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ઘરમાં અચાનક આ રીતે પીપળાનું ઝાડ ઉગે તો તેને અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે ઘર પર આર્થિક સમસ્યાઓ આવશે અને પરિવારના લોકોની પ્રગતિ અટકી જશે. 


ઘરમાં ઉગેલા પીપળાના ઝાડને હટાવવાના ઉપાય


15 દિવસ કરો પીપળાની પૂજા
જો તમારા ઘરમાં અજાણતા જ પીપળાનું ઝાડ ઊગી નીકળે તો તેને કાપતા પહેલા 15 દિવસ સુધી તેની પૂજા કરવી. રોજ તેને કાચું દૂધ અર્પણ કરવું અને વિધિ વિધાનથી પૂજા કરવી. તેનાથી બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દર્શાવે છે. પીપળાનું ઝાડ જ્યારે થોડું મોટું થઈ જાય તો તેને દિવાલ કે છત પરથી કાઢીને ખુલ્લી જગ્યામાં જઈને વાવી દેવું. એટલે કે પીપળાના ઝાડને કાઢીને ફેંકી દેવું નહીં. જો તમે ઝાડને ઘરમાંથી કાઢી અને ફેંકી દેશો તો પાપના ભાગીદાર બનશો. આ સિવાય પીપળાના ઝાડને કુવાડી કે ધારદાર વસ્તુ મારીને પણ કાપવું નહીં. તેને ધીરે ધીરે હાથથી જ દિવાલમાંથી બહાર કાઢી અને બીજી જગ્યાએ વાવી દેવું. પીપળાના ઝાડને કાઢી અને વાવવા માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ છે આ દિવસે પીપળાની વિધિ વિધાન થી પૂજા કરી તેને ઘરમાંથી કાઢી અને બીજી જગ્યાએ વાવી દેવું.