Mulank 6: જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્રમાં પણ લોકો ભવિષ્યમાં કેવું જીવન જીવશે તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. અંકશાસ્ત્ર અનુસાર કેટલીક તારીખો એવી હોય છે જેમાં જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ તારીખોમાં જન્મેલા લોકો અમીર બને છે અને સુખી જીવન જીવે છે. કેટલીક અંક એવા પણ હોય છે જે શરૂઆતના સમયમાં તો સંઘર્ષ સહન કરે પરંતુ વધતી ઉંમરે તેઓ રાજા જેવું જીવન જીવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું જ કંઈક મૂળાંક 6 ધરાવતા લોકો સાથે થાય છે. જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થાય છે તેનો મૂળાંક હોય છે. આ મૂળાંકના વ્યક્તિ ઉપર શુક્ર ગ્રહનો પ્રભાવ વિશેષ હોય છે જેના કારણે તેઓ આકર્ષક અને સુંદર બને છે. તેઓ અખૂટ સંપત્તિના માલિક પણ બને છે. પરંતુ આ બધું તેમની વધતી ઉંમરની સાથે તેમને મળે છે.


આ પણ વાંચો:


Navratri Totke: નવરાત્રિ દરમિયાન કરી લો લવિંગનો આ સરળ ઉપાય, થઈ જશો માલામાલ


Shani Upay: મહેનત કર્યા પછી પણ નથી મળતું ફળ? શનિવારે કરો આ 3 કામ, મળશે ધન અને સફળતા


રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ


જે લોકોનો મૂળાંક છ હોય તેવો આલીશાન જીવન જીવે છે તેમનું જીવન ભોગવિલાસથી પરિપૂર્ણ હોય છે તેઓ દુનિયાનું દરેક સુખ ભોગવે છે તેમના જીવનમાં ભૌતિક સુખ અને પ્રેમની કોઈ ખામી હોતી નથી એવું કહી શકાય કે આ મૂળાંકના લોકો રાજા જેવું જીવન જીવે છે.


આ મૂળાંકના લોકો આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે અને બેહદ સુંદર હોય છે સ્ત્રી હોય કે પુરુષ તેમના તરફ કોઈ પણ આકર્ષિત થઈ જાય છે. વધતી ઉંમરની સાથે તેમનો આકર્ષણ પણ વધતું જાય છે અને ધન પણ વધે છે. આ મૂળાંકના લોકો પ્રતિભાશાળી અને હસમુખ સ્વભાવના હોય છે ખાસ કરીને આ મૂડાંક ની મહિલાઓ પોતાની સુંદરતાના કારણે આકર્ષણનું કેન્દ્ર બને છે.


મૂળાંક 6 ના લોકો પોતાની મહેનત અને બુદ્ધિના દમ પર ધન અને દોલત કમાય છે. તે ખૂબ જ ખર્ચો પણ કરનાર હોય છે તેમને મોંઘી વસ્તુઓ લેવાનો શોખ હોય છે. તેથી તેઓ બચત કરવામાં માનતા નથી. ટૂંકમાં કહીએ તો મૂળાંક 6 ના લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)