Guru Purnima 2023: જે લોકોના ન હોય કોઈ ગુરુ તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવી આ દેવતાની પૂજા
Guru Purnima 2023: અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ અને સોમવારે ઉજવાશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં સફળતા મળે છે.
Guru Purnima 2023: અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ અને સોમવારે ઉજવાશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં સફળતા મળે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના કોઈ ગુરુ હોતા નથી. આવી સ્થિતિમાં ગુરુપૂર્ણિમાના દિવસે તેઓ હનુમાનજીની પૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. જે પણ વ્યક્તિના ગુરુ ન હોય તેવો હનુમાનજીને ગુરુ માનીને ગુરુપૂર્ણિમાના દિવસે તેમની પૂજા કરી શકે છે.
આ પણ વાંચો:
Weekly Horoscope: મેષ અને વૃષભ સહિત આ રાશિઓ માટે સપ્તાહ છે શુભ, રૂપિયાની થશે ધોમ આવક
2 July Rashifal: કુંભ રાશિના લોકો આજે કરશે પ્રગતિ, મીન રાશિએ વિવાદ ટાળવો
શુક્ર વક્રી થઈ બનાવશે ધન યોગ, આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે મોટો ધન લાભ
જૈ જૈ હનુમાન ગોસાંઈ
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં
ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું છે કે જે પણ વ્યક્તિના ગુરુ ન હોય તેઓ હનુમાનજીને પોતાના ગુરુ બનાવી શકે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગુરુ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર મુશ્કેલ છે. તેવામાં હનુમાનજીને ગુરુ માનીને તમે પવિત્ર ભાવ રાખી ગુરુપૂર્ણિમાના દિવસે તેમની આરાધના કરી શકો છો.
હનુમાન ચાલીસામાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે બજરંગ બલી ને પોતાના ગુરુ બનાવી શકાય છે. જોકે હનુમાનજી ને ગુરુ બનાવ્યા પછી અનુશાસિત રહેવું અનિવાર્ય છે. જે પણ વ્યક્તિ હનુમાનજીને પોતાના ગુરુ બનાવે તેણે પોતાની મતિ અને ગતિ યોગ્ય રાખવી જરૂરી છે. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિયમ ભક્તિ અને સમર્પણથી તેમની આરાધના કરવી જોઈએ. કારણ કે હનુમાનજી પોતાની કૃપા એવા ભક્ત ઉપર જ વરસાવે છે જેના વિચાર નેક હોય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)