આવતી કાલથી એટલે કે 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યા છે અને 14 ઓક્ટોબર સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુઓની ખરીદી કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં આ ચીજોની ખરીદીથી પૂર્વજો નારાજ થઈ શકે છે. એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષના 16 દિવસ દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ કે ન તો કોઈ શુભ કાર્ય કરવું જોઈએ. તેની પાછળ કારણ એ છે કે તે સમયે આપણા પૂર્વજોના આત્મા ધરતી પર હોય છે અને આથી આવા સમયે તમારે પિતૃઓને નારાજ કરે તેવું કે દુખી કરે તેવા કોઈ કામ ન કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતૃપક્ષના સમયે પિતૃઓના નિમિત્તે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ અને દાન વગેરે કરવાનું હોય છે. આમ તો એ સમયે કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરવી જોઈએ નહીં. પરંતુ એવી ચીજો વિશે પણ ખાસ જાણો કે જેની ખરીદી પિતૃપક્ષમાં અશુભ ગણાતી હોય છે. જો તમને આ બાબાતે જાણકારી ના હોય તો ખાસ જાણી લેજો. 


કપડાં
એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં કપડાંની ખરીદી ન કરવી જોઈએ. કારણ કે આ સમયગાળામાં કરાયેલી જે વસ્તુની ખરીદી કરાય છે તે પિતૃઓને સમર્પિત હોય છે. આવામાં તે વસ્તુઓ પર  પિતૃઓ કે પ્રેતોનો અંશ હોઈ શકે છે. કોઈ જીવિત મનુષ્ય માટે આ ચીજોનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. આથી પિતૃપક્ષમાં નવા કપડાંની ખરીદી કરવાની મનાઈ હોય છે. 


દાગીના
આ સમય દરમિયાન સોના કે ચાંદીના ઘરેણા ખરીદવા જોઈએ નહીં. જો તમારે એ ચીજોની જરૂર હોય તો તમે પિતૃપક્ષની શરૂઆત થાય તે પહેલા કે પછી ખરીદી કરી શકો છો. 


શાકભાજી
શ્રાદ્ધ પક્ષ દરમિયાન શાકભાજીનું સેવન પણ કરવાની ના પાડવામાં આવે છે. આથી આવી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. લસણ, ડુંગળી, મૂળી, અરબી, અને જમીનની અંદર ઉગતી કંદમૂળ જેવી શાકશાજીઓ ન ખરીદવી જોઈએ. 


નવું વાહન કે ઘર
શ્રાદ્ધ પક્ષમાં નવું ઘર કે વાહન ખરીદવાનું પણ શુભ ગણાતું નથી. પરંતુ એક વસ્તુ તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષમાં પિંડદાન, તર્પણ, વગેરે કરીને પિતૃઓને પ્રસન્ન રાખતા હોવ તો આ ચીજોની ખરીદી પર મનાઈ હોતી નથી. કારણ કે પિતૃઓ પણ પોતાના વંશની ઉન્નતિથી ખુશ જ થતા હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube