Pitru Paksha 2023: પિતૃ પક્ષ એટલે પૂર્વજોને શાંતિ આપવાનો સમય. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્ય પુણ્ય કાર્ય કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પિતૃ નારાજ હોય છે ત્યારે પરિવારના સભ્યોની સફળતામાં બાધાઓ ઊભી થાય છે સાથે જ ઘર પરિવારમાં ગરીબી, બીમારી અને દુઃખ વધે છે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન જો શ્રાદ્ધ કર્મ જેવા અનુષ્ઠાન કરવામાં આવે તો પિતૃદોષથી મુક્તિ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર થી શરૂ થશે. જે 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ પંદર દિવસ દરમિયાન પિતૃ કાર્ય નિમિત્તે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. 


પિતૃ પક્ષ 2023નો પ્રારંભ


આ પણ વાંચો:


Rajyog: રાજયોગ સાથે જન્મે છે આ 4 રાશિના લોકો, જીવનમાં ભોગવે છે દરેક પ્રકારના સુખ


15 ઓક્ટોબર સુધી આ 5 રાશિઓને હશે જલસા, વક્રી શનિ અપાવશે ધન અને માન-સન્માન


ઓક્ટોબર મહિનામાં આ રાશિઓના હાથમાં આવશે કુબેરનો ખજાનો, બુધાદિત્ય રાજયોગ કરાવશે લાભ


પંચાંગ અનુસાર આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 3.26 મિનિટથી શરૂ થશે. 30 સપ્ટેમ્બર બપોરે 12.21 મિનિટ સુધી રહેશે.


પિતૃ પક્ષમાં શ્રાદ્ધની તિથિ


29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર પૂર્ણિમાનું શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023, શનિવાર દ્વિતિયા શ્રાદ્ધ
01 ઓક્ટોબર 2023, રવિવાર તૃતીયા શ્રાદ્ધ
02 ઓક્ટોબર 2023, સોમવાર ચતુર્થ શ્રાદ્ધ
03 ઓક્ટોબર 2023, મંગળવાર પંચમ શ્રાદ્ધ
04 ઓક્ટોબર 2023, બુધવાર ષષ્ઠી શ્રાદ્ધ
05 ઓક્ટોબર 2023, ગુરુવાર સપ્તમી શ્રાદ્ધ
06 ઓક્ટોબર 2023, શુક્રવાર અષ્ટમી શ્રાદ્ધ
07 ઓક્ટોબર 2023, શનિવાર નવમી શ્રાદ્ધ
08 ઓક્ટોબર 2023, રવિવાર દશમી શ્રાદ્ધ
09 ઓક્ટોબર 2023, સોમવાર એકાદશી શ્રાદ્ધ
10 ઓક્ટોબર 2023, મંગળવાર માઘ શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023, બુધવાર દ્વાદશી શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023, ગુરુવાર ત્રયોદશી શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023, શુક્રવાર ચતુર્દશી શ્રાદ્ધ
14 ઓક્ટોબર 2023, શનિવાર, સર્વ પિતૃ અમાવસ્યા


પિતૃ પક્ષમાં ન કરો આ ભૂલ


- પિતૃ પક્ષ દરમ્યાન લસણ, ડુંગળી અને નોનવેજ જેવી વસ્તુઓનું સેવન કરવું નહીં. 


- પિતૃ પક્ષ દરમ્યાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની ઉજવણીના આયોજનમાં ભાગ પણ ન લેવો.


- પિતૃ પક્ષમાં કોઈપણ નવું કામ શરૂ ન કરવું. આ પંદર દિવસ દરમિયાન કપડાં, ઘરેણા કે ગાડી જેવી વસ્તુ પણ ન ખરીદવી.


- પિતૃ પક્ષ દરમિયાન નખ કે વાળ પણ ન કપાવવા આ સમય દરમિયાન દાઢી કરાવવાનું પણ ટાળવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)