ઘરની આ જગ્યામાં પિતૃ કરે છે વાસ, પિતૃ પક્ષ દરમિયાન ઘીનો દીવો કરવાથી તૃપ્ત થશે પૂર્વજ
Pitru Paksha 2023: શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ પૂજા પાઠની સાથે નિયમિત રીતે કેટલીક જગ્યાઓએ દીવો કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક જગ્યાઓ વિશે પણ જણાવાયું છે જ્યાં પિતૃઓનો વાસ હોય છે. ત્યાં દીવો કરવાથી પરિવારના લોકોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
Pitru Paksha 2023: જ્યોતિષશાસ્ત્રમાં પૂજા પાઠ દરમિયાન દીવો કરવાને અનિવાર્ય ગણવામાં આવ્યું છે. નિયમિત રીતે સવારે અને સાંજે ઘરમાં દીવો પ્રજવલિત કરવો જોઈએ. ઘરમાં પ્રગટાવેલો એક દીવો તમારા પિતૃદોષને પણ દૂર કરી શકે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન પૂર્વજોને તૃપ્ત કરવા માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન વગેરે કરવામાં આવે છે. પરંતુ તેની સાથે જ જો ઘરની આ જગ્યાએ દીવો કરવામાં આવે તો ઘર ઉપર પિતૃઓના આશીર્વાદ રહે છે અને પરિવારના લોકોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ પૂજા પાઠની સાથે નિયમિત રીતે કેટલીક જગ્યાઓએ દીવો કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક જગ્યાઓ વિશે પણ જણાવાયું છે જ્યાં પિતૃઓનો વાસ હોય છે. શાસ્ત્ર અનુસાર જે રીતે માતા લક્ષ્મી માટે ઘીનો દીવો, હનુમાનજી માટે તેલનો દીવો, શનિ દેવ માટે સરસવના તેલનો દીવો કરવામાં આવે છે તે રીતે પિતૃ પક્ષમાં પણ અલગ અલગ દીવા કરવામાં આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ દિશામાં દીવો કરવાથી પિતૃ તૃપ્ત થાય છે.
આ પણ વાંચો:
Margi Shani: 2024 સુધી ગરીબી આ 4 રાશિઓથી રહેશે દુર, દિવાળી સુધીમાં અચાનક થશે ધન લાભ
જે ઘરમાં સ્ત્રી સ્નાન કર્યા વિના કરે આ કામ તે ઘરમાં વધે દરિદ્રતા, થાય છે ધનહાનિ
5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ
પિતૃ પક્ષમાં ઘરની આ જગ્યાઓ પર કરો દીવો
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષના આ દિવસ દરમિયાન પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન ઘરની દક્ષિણ દિશામાં દીવો કરવો શુભ ગણાય છે. આ દિશામાં સવારે અને સાંજે દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે.
- પિતૃ પક્ષ દરમિયાન ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવાથી પિતૃ દેવ પ્રસન્ન થાય છે અને તેના વંશજોને આશીર્વાદ આપે છે.
- પિતૃ પક્ષના દિવસો દરમિયાન પીપળાના ઝાડની નીચે દીવો કરવો શુભ ગણાય છે. 15 દિવસ દરમિયાન પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો કરવાથી પિતૃઓ મનોકામના પૂર્ણ કરે છે.
- પિતૃ પક્ષ દરમિયાન નિયમિત રીતે સવારે અને સાંજે રસોડામાં પાણી રાખતા હોય તે જગ્યાએ દીવો કરવો પણ શુભ ગણાય છે. આ સ્થાન પર પિતૃઓનો વાસ હોય છે અને ત્યાં દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)