શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન  થાય છે અને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી જીવનમાં આવતી અનેક પ્રકારની અડચણો દૂર થાય છે. વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. આ દરમિયાન મસૂર, રાજમા, ચણા, અળસી, વાસી ભોજન, સમુદ્ર જળથી બનેલું મીઠું અને ભેંસનું દૂધ વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ અવસર છે કે જ્યારે આપણે આપણા પૂર્વજોનું પૂજન અને તર્પમ કરી તેમના આશીર્વાદ લઈએ છીએ. સૌથી મહત્વનું એ છે કે પિતૃ ઋણ ચૂકવવાની સાથે સાથે પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે. પિતૃ પક્ષમાં પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય શ્રાદ્ધ કર્મોથી પિતૃદેવોને પ્રસન્ન કરવામાં આવે છે. 


પિતૃપક્ષ પર પરિજનો ધરતી પર આવે છે
શ્રાદ્ધ પક્ષની શરૂઆતની સાથે જ માંગલિક કાર્યો પર રોક લાગે છે. એક માન્યતા મુજબ આ દિવસોમાં ફક્ત પિતૃઓનું જ પૂજન થવું જોઈએ. અન્ય માંગલિક કાર્યો કે શુભ કર્મ કરવાથી તે નિષ્ફળ જાય છે. જે પણ કાર્ય શ્રદ્ધા સાથે પોતાના પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ પિતૃપક્ષના દિવસોમાં પિતૃઓ કોઈને કોઈ સ્વરૂપે ધરતી પર આવે છે અને પોતાના પરિજનોને આશીર્વાદ આપે છે. પરંતુ ખાણી પીણીને લઈને આપણે કેટલીક ભૂલો કરી નાખીએ છીએ જેનાથી પિતૃઓ નારાજ થાય છે અને આપણા પર અશુભ પ્રભાવ પડવા લાગે છે. 


આ ચીજોનું સેવન ન કરવું જોઈએ. 


- પિતૃપક્ષ દરમિયાન તામસી પ્રકારના ભોજનની શ્રેણીમાં આવતી વસ્તુઓ ન ખાવી જોઈએ. જેમ કે લસણ, ડુંગળી, વગેરેનું સેવન ન કરવું જોઈએ. 
- ચણા કે તેનાથી બનેલું સત્તું કે તેની મીઠાઈ પણ ખાવી જોઈએ નહીં. 
- મસૂરની દાળ અને કોદરા (Kodo millet or Koda millet) નું પણ પિતૃપક્ષમાં સેવન ન કરવું જોઈએ. 
- આ દિવસોમાં દારૂ-માંસનું પણ સેવન ન કરવું જોઈએ. 
- ગાજર, મૂળા, શલગમ, શક્કરીયા, બીટ, અળવી, સૂરણ જેવા શાકનું પણ સેવન ન કરવું જોઈએ. પોતે પણ ન ખાવી કે કોઈ બ્રાહ્મણને પણ ન ખવડાવવી. 


અત્રે જણાવવાનું કે 29 ડિસેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે. જે અમાસની તિથિ 14 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં પિંડદાન કરવામાં આવતું હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)