Pitru Paksha 2024: અશુભ માનવામાં આવી રહ્યો છે આ વર્ષનો પિતૃપક્ષ, બ્રહ્માંડમાં બની રહેલી આ ઘટનાની થશે અસર
આ વખતે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે. આ સાથે વર્ષનું બીજું ગ્રહણ થઈ રહ્યું છે. પિતૃપક્ષના આરંભ અને અંતમાં થતા ગ્રહણ તેમની અસર કરે છે.
Pitru Paksha 2024: વર્ષમાં એક વખત આવતા પિતૃપક્ષની શરૂઆત આ વખતે ભાદરવા પૂનમથી થાય છે. તે 15 દિવસ ચાલે છે. તેમાં પૂર્વજો પિતૃના નિમિતે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. તેનું ખુબ મહત્વ હોય છે. પિતૃના પ્રસન્ન થવાથી બધા વિઘ્નો અને સમસ્યાઓ ખતમ થઈ જાય છે. આ વખતે પિતૃપક્ષની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થઈ રહી છે, પરંતુ પ્રથમ શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર 2024ના કરવામાં આવશે. તો 2 ઓક્ટોબર 2024ના પિતૃપક્ષ સમાપ્ત થઈ જશે, પરંતુ આ વર્ષે આલવનાર પિતૃપક્ષ અશુભ માનવામાં આવી રહ્યાં છે. તેની પાછળ બ્રહ્માંડમાં થનારી ઘટનાઓને માનવામાં આવી રહ્યું છે. તેની પિતૃપક્ષ પર અશુભ પ્રભાવ પડી રહ્યો છે. આવો જાણીએ..
માનવામાં આવે છે કે પિતૃપક્ષ વચ્ચે પિતૃ ધરતી પર આવે છે. તે પોતાના પરિવારજનોને મળે છે. આ દરમિયાન પરિવાર પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરે છે. તેને મેળવી પિતૃ તૃપ્ત થાય છે. તે આશીર્વાદ આપે છે, જેનાથી પરિવાર પર પડનાર કષ્ટ અને સંકટ નષ્ટ થઈ જાય છે. પરંતુ આ વર્ષે 17 સપ્ટેમ્બરથી શરૂ થનાર પિતૃપક્ષને અશુભ માનવામાં આવે છે. તેનું કારણ પિતૃપક્ષની શરૂઆતની સાથે અંતિમ દિવસે ગ્રહણ પડે છે, જે શુભ નથી.
હકીકતમાં આ વર્ષે પિતૃપક્ષની શરૂઆતના દિવસે બીજું ચંદ્ર ગ્રહણ લાગશે.આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેનો પ્રભાવ પડી શકે છે. ત્યારબાદ પિતૃપક્ષના અંતિમ દિવસ એટલે કે 2 ઓક્ટોબરે અમાસ પર વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગવાનું છે. તે ભારતમાં દેખાશે નહીં એટલે તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં.
આ પણ વાંચોઃ શનિ મૂળ ત્રિકોણ રાશિમાંથી જતા જતા આ રાશિવાળાને બનાવશે માલમાલ, સુખ-સમૃદ્ધિમાં આળોટશો
ગ્રહણને માનવામાં આવે છે અશુભ
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ગ્રહણ લાગવાના ઘટનાક્રમને અશુભ માનવામાં આવે છે. તેનું કોઈ શુભ અવસર પર લાગવું. તે તિથિ કે તહેવારને અશુભ બનાવી દે છે. તેવામાં પિતૃપક્ષની શરૂઆત અને અંતિમ દિવસે ગ્રહણનું લાગવું પણ અશુભ પ્રભાવ માનવામાં આવે છે. તેવામાં પિતૃપક્ષના પ્રથમ અને અંતિમ દિવસે પિતૃપક્ષનો શ્રાદ્ધ કરવા સમયે તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.