હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખુબ મહત્વ હોય છે. પિતૃ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, અને પિંડદાન કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે નહીં તો પિતૃઓ નારાજ થાય છે. પિતૃ પક્ષમાં ખરીદી કરવાની ના પાડવામાં આવે છે. પરંતુ પિતૃઓ માટે તમે અનેક ચીજો ખરીદી શકો છો. તેનાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ખાસ જાણો આ વસ્તુઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતૃઓ માટે જરૂર ખરીદજો આ વસ્તુઓ...


નવા કપડાં
શ્રાદ્ધ પક્ષમાં કપડાં ખરીદવાની મનાઈ હોય છે. પરંતુ પિતૃઓ માટે તમે વસ્ત્રો ખરીદી શકો છો. પિતૃઓના નામના વસ્ત્રો ખરીદીને દાન કરો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. 


ચોખાની ખરીદી
પિતૃ પક્ષમાં ચોખાની ખરીદી  કરવી એ શુભ ગણાય છે. આ દરમિયાન ચોખા ખરીદવા અને તેનું દાન કરવું એ શુભ છે. તેનાથી પિતૃઓ ખુશ થાય છે. 


ચમેલીનું તેલ
એવી માન્યતા છે કે પિતૃઓને ચમેલીનું તેલ અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. તેનાથી તેમના આત્માને શાંતિ મળે છે. પિતૃઓ માટે ચમેલીનું તેલ જરૂર ખરીદો. 


કાળા તલ
કાળા તલ  પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ માટે ઉપયોગમાં લેવાય છે. પિતૃઓને અર્પણ કરવા માટે કાળા તલ જરૂર ખરીદવા જોઈએ. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. 


જવ ખરીદો
જવ એ અન્ય તરીકે પણ ખવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તેને સોના બરાબર ગણવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન જવની ખરીદી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આર્થિક તંગી પણ દૂર કરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)