Planet Transits May 2023 in Gujarati: જ્યોતિષ શાસ્ત્ર મુજબ મે મહિનામાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. મે 2023માં શુક્ર, બુધ, મંગળ અને સૂર્ય ગોચર કરશે. આ ગ્રહ ગોચર તમામ 12 રાશિના જાતકોના જીવન પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોને તો તગડો લાભ પણ કરાવશે. મે મહિનામાં શુક્ર વૃષભ રાશિમાંથી નીકળીને મિથુનમાં પ્રવેશ કરશે. 10મી મેના રોજ મંગળ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15મી મેના રોજ સૂર્ય ગોચર કરશે. સૂર્ય વૃષભ રાશિમાંથી સંચરણ કરશે. જાણો મે મહિનામાં ગ્રહ ગોચર કઈ રાશિના જાતકોને શુભ ફળ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે મહિનામાં આ જાતકોનું ભાગ્ય ચમકશે


મિથુન રાશિ
મે મહિનો મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. તેમને કરિયરમાં ગ્રોથ મળશે. પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ મળશે. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ સારી થશે. કોર્ટ કેસમાં પણ સફળતા મળી શકે છે. અધૂરા કામ પૂરા થશે. 


સિંહ  રાશિ
સિંહ રાશિના જાતકો માટે મે મહિનો વિશેષ સફળતા લાવી શકે છે. નવી જોબ ઓફર મળી શકે છે. કારોબારમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નફો વધશે. ધન સંપત્તિ વધશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મે કરિયરમાં મોટો લાભ કરાવશે. પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં સફળતા મળશે. પદોન્નતિ મળી શકે છે. કારોબાર સારો ચાલશે. અનેક ઉપલબ્ધિઓ મળી શકે છે. કોઈ મામલે જીત મળી શકે છે. 


મકર રાશિ
મે મહિનામાં ગ્રહ ગોચર મકર રાશિવાળાઓને અત્યંત શુભ ફળ આપશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. બોસ સાથે ચાલતી સમસ્યાઓ દૂર  થશે. પ્રગતિ થશે. વિદેશથી લાભ થશે. વર્કપ્લેસ પર સ્થિતિ સારી થશે. બચત કરવામાં પણ સફળ રહેશો. 


મીન રાશિ
મે મહિનામાં ગ્રહ ગોચર મીન રાશિના જાતકો માટે કરિયરમાં સફળતા લાવશે. તમને પરીક્ષા-ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. નવા સંપર્ક બનશે. આવક વધશે. અચાનક ક્યાંકથી પૈસા મળશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વધશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)