સુખ અને સમૃદ્ધિ, સૌંદર્ય, પ્રેમ સંબંધ, કળા, ધન અને ઐશ્વર્ય, વગેરેના કારક ગ્રહ અને વૈભવન સ્વામી ગ્રહ શુક્ર હાલ શનિના સ્વામિત્વવાળા પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. શનિવારે 20 જુલાઈના રોજ સાંજે 6.10 કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખુબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે. વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાના જીવન પર અશ્લેષા નક્ષત્રમાં શુક્રનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરીયાતોના સહકર્મીઓ સાથે સંબંધ મજબૂત થશે. અધિકારીઓ પણ તમારા કામની પ્રશંસા કરશે. શેર બજારમાં રોકાણ માટે આ એક સારો સમય છે. રોકાણનું સારું રિટર્ન મળી શકે છે. આવક વધારવાના તમારા પ્રયત્નો સફળ થઈ શકે છે. તમે તમારું નવું કોઈ કામ શરૂ કરી શકો છો. દરેક પ્રકારના સંબંધ મધુર થશે. લાઈફ પાર્ટનરનો પૂરો સાથ મળશે. 


કન્યા રાશિ
અશ્લેષા નક્ષત્રમાં શુક્ર ગોચરનો કન્યા રાશિના જાતકોના જીવન પર અનુકૂળ પ્રભાવ પડી શકે છે. કારોબાર માટે આ સમય ખુબ અનુકૂળ છે. કોઈ મોટી ડીલ થવાથી વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે. પ્રાઈવેટ નોકરીયાતોને ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે. તમારી આવક વધવાની શક્યતા છે. મકાન કે જમીન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારીની આવકમાં વધારો થવાનો યોગ છે. લવ લાઈફ સારી અને સહયોગપૂર્ણ રહેશે. સિંગલ લોકોના જીવનમાં પ્રેમની શરૂઆત થવાના યોગ છે. 


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના જીવન પર અશ્લેષા નક્ષત્રમાં શુક્ર ગોચરની અનુસૂળ અસર થવાના યોગ છે. તમારામાં એક નવો આત્મવિશ્વાસ પેદા થશે. તમારામાં એક નવી અંતરદ્રષ્ટિ વિક્સિત થશે. પ્રોફેશનલ અને પર્સનલ બંને ફ્રન્ટ પર આ સમય લાભકારી છે. નોકરીયાત જાતકોની પ્રગતિ થવાના યોગ છે. કારોબારી યાત્રાઓથી લાભ થવાની પ્રબળ શક્યતા છે. રોકાણ માટે આ સમય સારો છે. સામાજિક  કાર્ય સાથે જોડાયેલા જાતકોની આવક વધશે. દરેક ક્ષેત્રમાં તમારા અંગત સંબંધ મજબૂત થશે. લવ લાઈફ રોમાંચક રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)