નવી દિલ્હી: પૌરાણિક માન્યતાના અનુસાર કામધેનુ ગાયની ઉત્પતિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. કામધેનુ ગાયને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. અને આને ઘરમાં લગાવવાથી સુખ - સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ ઘરમાં સકારાત્મકતા વધે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કામધેનુ ગાયનો અર્થ ઈચ્છાઓને પૂરી કરનારી ગાય કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુ શાસ્ત્રમાં કામધેનુ ગાયનું ઘણું મહત્વ હોય છે. વાસ્તુના અનુસાર કામધેનુ ગાયના ફોટાને સાચી દિશામાં રાખવાથી અનેક લાભો થાય છે. માન્યતાના અનુસાર જેના પણ ઘરમાં કામધેનુ ગાયની સાથે વાછરડાનો પણ ફોટો લગાવાય છે. તેના ઘરમાં ખુશીમાં થાય છે વધારો.


હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો આ 3 ફળને ખાવાનું શરૂ કરો, નિયંત્રણમાં રહેશે બ્લડ પ્રેશર


કામધેનુ ગાયના ફોટાને સાચી દિશામાં લગાવો
1. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં ક્યાંય પણ વાસ્તુ દોષ હોય તો તેની અસર ઓછી કરવા માટે ત્યાં વાછરડાની સાથે કામધેનુ ગાયનો ફોટો લગાવવાથી ફાયદો થાય છે.
2. ઘરગથ્થુ કાર્યોમાં સ્થિરતા જાળવી રાખવા માટે વાછરડા સાથે કામધેનુ ગાયનો ફોટો દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાવો. જલ્દી ફાયદો થશે.
3. જો તેને દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો ઘરના માલિકની અસર વધે છે.
4. ઘરની અગ્નિ દિશામાં લગાવવાથી ઘરની મહિલાઓ ખુશ રહેશે.
5. વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાતો મુજબ કામધેનુ ગાયના ફોટાને પૂર્વ દિશામાં લગાવવાથી ગરીબીનો નાશ થાય છે.
6. તેને ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ઉપરાંત, વ્યક્તિ ભગવાનનું ધ્યાન કરવા લાગે છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
7. તેને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી ધનવાન લોકો દયાળુ હોય છે. અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
8. પશ્ચિમ કોણમાં ફોટો ઘરનું વાતાવરણ અનુકૂળ રાખે છે. વ્યક્તિની આવક વધે છે.
9. જો ઘરમાં બાળકો ન હોય અથવા બાળકો માન ન આપતા હોય તો કામધેનુ ગાયનું ચિત્ર ઉત્તર-પૂર્વ ખૂણામાં લગાવો અને પછી નિયમિત પ્રાર્થના કરો.
10 . ધરમાં ધનની અછત પણ ગાયનો ફોટો લગાવવાથી થશે દૂર. અને  આવકમાં પણ થશે વધારો
11  જો તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો ગાય માતાનો ફોટો દક્ષિણ દિશામાં રાખો


1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમ, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર


(નોંધઃ અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને માન્યતાઓ પર આધારિત છે. ઝી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube