મા ઉમિયાના ભક્તોમાં હરખાયા! ઉંઝા ઉમિયા મંદિરનો ઉચ્ચ કેટેગરીના તીર્થ સ્થાનમાં થયો સમાવેશ
Unjha Umiya Mata Temple : મહેસાણાના ઉમિયા માતાજી મંદિરનો A કેટેગરીમાં કરાયો સમાવેશ... રાજ્ય સરકારે મંદિરનો તીર્થસ્થાનમાં કર્યો સમાવેશ... દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજીના કરે છે દર્શન...
Mehsana News તેજસ દવે/મહેસાણા : પાટીદારોના પરસેવાની કમાણીથી મા ઉમિયાનું મંદિર ઉભું થયું છે. દેશવિદેશમાં વસતા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે ઉમિયા માતાનું મંદિર. ઊંઝામાં આવેલું આ મંદિરની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. ઉંઝા ઉમિયા માતાજી મંદિરનો ‘અ’ કક્ષાના તીર્થ સ્થાનમાં સમાવેશ થયો છે. રાજ્ય સરકાર દ્વારા ઉમિયા માતાજી મંદિરને તીર્થસ્થાન કેટેગરીમાં આ ફેરફાર કરાયો છે.
ઉંઝામાં આવેલું ઉમિયા માતા મંદિર જગવિખ્યાત છે. ત્યારે અત્યાર સુધી ઉમિયા માતાજી મંદિર ‘બ’ કેટેગરીમાં હતું, ત્યારે હવે રાજ્ય સરકારે તેને ‘બ’ કક્ષામાંથી બદલીને ‘અ’ કક્ષામાં સમાવેશ કર્યો છે. જેથી મા ઉમિયાના ભક્તો આનંદમાં આવી ગયા છે. ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ આ અંગે મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કર્યો હતો.
કેટેગરી અપગ્રેડ થવાથી શુ ફાયદો થશે
આ વિશે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, ઉમિયા માતાજી મંદિર, ઊંઝાનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝાનગરમાં મા ઉમિયાનું પૌરાણિક મંદિર લગભગ ૧૮૬૮ વર્ષ પૂર્વેનું છે. મા ઉમિયા પ્રત્યેની લોકોની શ્રધ્ધા ભકિતમાં અનેક ધણો વધારો થયો છે. દર વર્ષે જગત જનની મા ઉમિયાના દિવ્ય દર્શન કરવા તમામ જ્ઞાતિ-જાતિના ૭૫ લાખથી વધારે ભક્તો પધારે છે. આવનાર દર્શનાર્થીઓ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. સંસ્થામાં ધાર્મિક અને સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ વર્ષોથી કરવામાં આવે છે. જેવી કે મેડીકલ સહાય,શૈક્ષણિક સહાય,વિધવા-ત્યકતા બહેનોને આર્થિક સહાય, વિકલાંગોને ટ્રાયસિકલ, કુદરતી હોનારતો પ્રસંગે સહાય ઉપરાંત દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેની નોંધ લઈ ગુજરાત સરકારે ઉમિયા માતાજી મંદિર-ઊંઝાને “બ” કક્ષાના તિર્થસ્થાનોમાંથી અ કક્ષાના તિર્થસ્થાનમાં સમાવેશ કરવાની માગણીને માન આપી ઉમિયા માતાજી મંદિર-ઊંઝાનો “અ” કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અ કક્ષામાં સમાવેશ કરતા સરકારમાંથી મળતા અનુદાનમાં પણ વધારો થશે.
આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, સવારી કરવી હોય તો આ રુટ પર પહોંચો
ઉલ્લેખનીય છે કે, ઉંઝા ઉમિયા માતાજી મંદિર 1868 વર્ષ પૂર્વેનું મંદિર છે. દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે. મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કર્યો પણ કરવામાં આવે છે.
પાટીદારોના પરસેવાની કમાણીથી ઉભુ થયું છે મા ઉમિયાનું મંદિર
ઊંઝા ઉમિયા મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ છે. પાટીદારોની કુળદેવીની અપાર શ્રધ્ધાથી આજે વિશ્વમાં ઉમિયા ધામ એટલે ઊંઝા તરીકે જગ પ્રસિદ્ધ બન્યું છે. ૧૮૬૩ વર્ષ પહેલા સંવત ૨૧૨માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની આજ્ઞાાથી શ્રી ઉમિયા માતાજીને પ્રસન્ન કરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની પ્રાચીન ઉમાપુર જે હાલનુ ઊંઝા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં ધગડા ગામીએ વિક્રમ સંવત ૧૧૨૨માં આરંભ કરી ૧૧૨૪ના ચૈત્ર મહિનામાં શિખર ચડાવી ઉમિયા માતાજી મંદિરનુ નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર અલ્લાઉદ્દીન ખીલજીએ વિ.સં. ૧૩૫૬માં ધરાશાયી કર્યું હતું. હાલના મંદિરની ફરતે બનેલા કિલ્લાનુ બાંધકામ વિક્રમ સંવત ૧૮૭૩ના ચૈત્ર સુદ-૪ના દિવસે ખાત મૂર્હત કરી મંદિર નિર્માણ કાર્ય કર્યું. અમદાવાદના શેઠ રામચંદ્ર મનસુખલાલ પટેલ ઈટ, ચુનાના દેવળનુ ઉત્થાપન કરી શિખર, દેવાલય બાંધવાની શરૃઆત કરી હતી. જે કાર્ય અટકી પડયું હતું. જે ૧૯૩૮માં મહારાજા સયાજી રાવ ગાયકવાડની મદદથી તેમજ ઘર દિઠ ઉઘરાણું કરી ૧૯૪૩માં જીર્ણોદ્ધાર કરેલ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ૧૯૫૧માં ચૈત્ર મહાવદ-૫ના દિવસે પ્રતિષ્ઠા કરી મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
મોતનો દરવાજો ખખડાવી રહ્યો છે હાર્ટ એટેક : વલસાડમાં કલાકના ગાળામાં બે યુવક ઢળી પડ્યા