Astrology Tips: હિન્દુ ધર્મમાં અનેક પરંપરા બનાવવામાં આવી છે. જો કે બદલતા સમયની સાથે આ પરંપરામાં પરિવર્તન આવતું જાય છે આમાથી અમુક પરંપરા ખતમ થઈ રહી છે. (Astrology Tips) પહેલાના સમયમાં આ પરંપરા આપણા દૈનિક વહેવારનો ભાગ હતી. રોજ સવારે ઉઠીને કયું વિશેષ કાર્ય કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથની હથેળીના કરો દર્શન
સવારે ઉઠીને તરત જ સૌથી પહેલાં તમે તમારા હાથ જોડો અને તને પુસ્તકની જેમ ખોલી હથેળીના દર્શન કરો અને પછી આ મંત્ર બોલો


કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ 


આ શ્લોકનો મતલબ એ છે કે, (મારા) હાથના આગળના ભાગમાં મા લક્ષ્મીનું, મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રમ્હાનો નિવાસ છે. આ કામ રોજ સવારે કરવાથી શુખ, સમૃદ્ધિની સાથે સાથે સાથે રૂપિયાની પણ પ્રાપ્તિ થાય છે. 


આ પણ વાંચોઃ સાચવજો! આ દિવસે નખ, વાળ કે દાઢી કપાવવાનું ટાળો, ગ્રહદોષ લાગશે


ઈશ્વરની પ્રર્થના કરો
સવારે ઉઠીને દેવતાનું ધ્યાન ધરો પોતાની ભૂલો માટે ક્ષમાં માંગો. સાથે આજે તમારો દિવસ સારો રહે તેવી પણ પ્રાર્થના કરવી. કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ના આવે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરવી. આ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે અને દેવતાઓની કૃપા તમારા ઉપર રહે છે. 


ધરતીને પ્રણામ કરવું
રોજ સવારે તમે ઉઠો ત્યારે ધરતી માતાને પ્રણામ કરો, કેમકે ધર્મ ગ્રંથોમાં ધરતીને પૂજનીય અને દેવી સ્વરૂપ કહેવામાં આવે છે. ધરતી પર પગ મુકતા પહેલાં તેને પ્રણામ કરવા અને આ શ્લોક બોલવો


સમુદ્રવસને દેવિ પર્વતસ્તનમંડલે
વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વમે


આ શ્લોકનો અર્થ એ થાય છે હે સમુદ્ર અને પર્વતોની દેવી, ભગવાન વિષ્ણુની પત્ની, હું તમને પ્રણામ કરુ છું. તમે મારા દરેક પાપોને ક્ષમા કર 


આ પણ વાંચોઃ આવનારા 17 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, સૂર્ય દેવ બનાવી દેશે માલામાલ


પાણી પીવો
સવારે ઉઠતાંની સાથે પાણી પીવો. શક્ય હોય તો રાત્રે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને તે પાણી પી લો. આનાથી 2 ફાયદા થશે. પહેલું તમારુ સ્વાસ્થ્ય સારૂ રહેશે અને બીજુ  તાંબાના લોટામાં રાખેલું જળ પીવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષનું નિવાર્ણ આવી જાય છે. જીવનમાં માન સમ્માન પ્રાપ્ત થશે. 


કોઈ શુભ ચ્નિહ જોવો
રોજ સવારે ઉઠીને કોઈ શુભ ચ્નિહ જોવું. તમારા ધર્મ ગુરૂનો ફોટો અથવા ઈષ્ટ દેવનો ફોટો. આ ફોટાઓ તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો. આ સિવાલ તુલસી, પીપળાનો ફોટો જોઈ શકો છો. આ દરેક લકીચાર્મ જોવા જેવા હોય છે જે તમારા જીવનમાં હકારાત્મક્તા લાવે છે. 


(Disclaimer: આ આર્ટિકલમાં જે પણ જાણકારી આપવામાં આવી છે તે જ્યોતિષ, ધર્મગ્રંથો, પંચાગ અને માન્યતાઓના આધારે આપવામાં આવી છે. આર્ટિકલ વાંચીને તમે જો કોઈ ઉરપાય કરો છો તો તેના તેના જવાબદાર તમે પોતે જ રહેશો. ZEE24KALAK તેનું જવાબદાર રહેશે નહીં )