નવી દિલ્હીઃ હિંદુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એકસાથે લેવાની પરંપરા છે. કારણકે માનવામાં આવે છે કે, રાધા વગર શ્યામ અધૂરા છે. કદાચ આ જ કારણ સાથે જોડાયેલો એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે મનાવવામાં આવે છે. વ્રજધામમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે. માન્યતા અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે. આ વર્ષે રાધાષ્ટમી 14 સપ્ટેમ્બરનાં રોજ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધાષ્ટમીની તિથિ અને મૂહુર્ત:
ભાદરવા મહિનો ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે. પંચાગ અનુસાર આ વર્ષે રાધાષ્ટમીની તિથિ 13 સપ્ટેમ્બરે સવારે 03:11 વાગ્યાથી 14 સપ્ટેમ્બરે 01:09 સુધી રહેશે. ઉદય તિથિ હોવાના કારણે રાધાષ્ટમીનું પર્વ 14 સપ્ટેમ્બરે મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસે રાધાજીનું વ્રત અને પૂજન કરવાથી સુખ, સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે. તથા મોક્ષના દ્વાર પણ ખુલી જાય છે.

રાધાષ્ટમીની પૂજન વિધિ:
રાધાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પાથરીને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિને પંચામૃત સ્નાન કરાવીને ધૂપ, દીપ, ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે. રાધા-કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે. શ્રીરાધા કૃપાકટાક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વ્રતનાં પારણ આગલા દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કે બ્રાહ્મણોના ભોજન અને દાન સાથે કરવામાં આવે છે.