Rahu Fav Zodiac: માયાવી ગ્રહ રાહુ આ 2 રાશિવાળાને કરાવે છે ફૂલ એશ, સંકટની છાયા પણ નથી પડવા દેતો
Rahu Fav Zodiac Signs: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના જીવનમાં અચાનક ઘટનારી ઘટનાઓ રાહુની સ્થિતિ પર નિર્ભર કરે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે રાહુ છાયા ગ્રહ છે. રાહુ કોઈ પણ રાશિનું સ્વામિત્વ કરતો નથી. નવગ્રહોમાં રાહુનું વાસ્તવિક અસ્તિત્વ માનવામાં આવ્યું નથી.
Rahu Fav Zodiac Signs: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના જીવનમાં અચાનક ઘટનારી ઘટનાઓ રાહુની સ્થિતિ પર નિર્ભર કરે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે રાહુ છાયા ગ્રહ છે. રાહુ કોઈ પણ રાશિનું સ્વામિત્વ કરતો નથી. નવગ્રહોમાં રાહુનું વાસ્તવિક અસ્તિત્વ માનવામાં આવ્યું નથી પરંતુ જે પ્રકારે વ્યક્તિ શનિના પ્રકોપથી ડરે છે તે પ્રકારે કુંડળીમાં રાહુની સ્થિતિથી મળતા ફળથી પણ વ્યક્તિ ડરે છે.
કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ ફળ આપી રહ્યો છે તો ઊંઘની સમસ્યા, પેટ સંલગ્ન રોગ, તણાવ જેવી પરેશાનીઓ રહે છે. રાહુ વ્યક્તિને ખરાબ કામ માટે ઉકસાવે છે. આવા લોકોને બીજાને પરેશાન જોવામાં સુખનો અનુભવ મળે છે. રાહુના પ્રભઆવથી દાંપત્ય જીવન કષ્ટમય બન છે. સંબંધોમાં અણબનાવ આવે છે. જ્યારે કુંડળીમાં રાહુ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. તેને હંમેશા ધન પ્રાપ્તિની તકો મળે છે.
કુંડળીમાં રાહુની શુભ સ્થિતિ હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ઉચ્ચ પદ, માન પ્રતિષ્ઠા મેળવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને રાહુ ક્યારેય પરેશાન કરતો નથી. આ લકી રાશિઓ વિશે ખાસ જાણો.
વૃશ્ચિક રાશિ
શાસ્ત્રો મુજબ વૃશ્ચિક રાશિ રાહુની પ્રિય રાશિ ગણાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની રાશિ વૃશ્ચિક હોય તો તેને રાહુ ક્યારેય પરેશાન કરતો નથી. રાહુ આ રાશિમાં આવવાથી શુભ ફળ આપે છે. આવા લોકોને અચાનક બિઝનેસમાં લાભ, નોકરીમાં પદોન્નતિ થાય છે. જેના કારણે તેમની આવકના સ્ત્રોત વધી જાય છે. આવા લોકો જીવનમાં ખુબ પૈસો કમાય છે. તેમની પાસે ધનની કમી ક્યારેય રહેતી નથી.
સિંહ રાશિ
શાસ્ત્રો મુજબ સિંહ રાશિને પણ રાહુની પ્રિય રાશિ માનવામાં આવે છે. કહે છે કે જો રાહુ સિંહ રાશિમાં આવે તો તેમના માટે ખુબ સારું રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સિંહ રાશિમાં રાહુનો પ્રવેશ અચાનક ધનની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી વ્યક્તિ દરેક ભૌતિક સુવિધાઓ સાથે જીવન જીવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube