Rahu Gochar 2023: રાહુ અને કેતુ છાયા ગ્રહ છે અને તેમને ક્રૂર અને પાપી ગ્રહો પણ કહેવામાં આવે છે. કારણ કે જો રાહુ કે કેતુ ગ્રહ જન્મકુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં ઘણા દુઃખ સહન કરવા પડે છે. તેમજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  રાહુ ક્રૂર સ્વભાવનો ગ્રહ છે પણ રાહુ શુભ પરિણામ પણ આપે છે. રાહુ શુભ ફળ આપે છે તો ભાગ્ય ચમકે છે અને વ્યક્તિને રાજા જેવું જીવન મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુ અને કેતુ ગ્રહો હંમેશા વક્રી ગતિ કરે છે અને દોઢ વર્ષમાં રાશિ બદલે છે. આ વર્ષે 30 ઓક્ટોબરે રાહુ મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુનું ગોચર તમામ લોકોના જીવન પર અસર કરશે અને 3 રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન સાબિત થશે. રાહુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો ખૂબ પ્રગતિ કરશે અને કાર્યસ્થળ પર સન્માન મેળવશે અને ધનવાન પણ બનશે.


3 રાશિ પર પર રાહુના ગોચરની શુભ અસર


આ પણ વાંચો:


Astro Tips: આ 3 રાશિના લોકોને ગજકેસરી યોગ પણ નહીં ફળે, રાહુ-કેતુ કરાવશે મોટું નુકસાન


Rahu Transit 2023: ગુરુની રાશિમાં રાહુનો પ્રવેશ, આ રાશિના લોકો માટે શરુ થશે અશુભ સમય


Astro Tips: જો હાથમાં આવેલા રુપિયા ટકતા ન હોય તો અજમાવો ધન સંબંધિત આ અચૂક ટોટકા


વૃષભ રાશિ


રાહુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે સૌભાગ્ય લાવનાર છે. આ લોકોને દરેક ક્ષેત્રમાં શુભ ફળ મળવા લાગશે. કરિયરમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થશે, તમારી બધી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. રાજકારણમાં સક્રિય લોકોને મોટી સફળતા મળી શકે છે.


કન્યા રાશિ


રાહુના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના લોકોને આર્થિક લાભ થશે. અચાનક પ્રાપ્ત થયેલ ધન આર્થિક બળ પ્રદાન કરશે. કાર્યસ્થળ પર ઉચ્ચ સ્થાન ધરાવતા લોકો સાથે સંપર્ક થશે. લોકો સાથેના સંબંધો સુધરશે. સારો જીવનસાથી મળશે. જીવનમાં ખુશીઓ આવશે. કામ સારી રીતે ચાલશે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો થોડી સાવધાની રાખો.


વૃશ્ચિક રાશિ 


રાહુનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા માથા પરથી કરજ દૂર થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. લાંબી યાત્રા પર જઈ શકો છો. આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)