Rahu Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય અંતરાલ પર રાશિ પરિવર્તન અથવા તો પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકો ઉપર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ પણ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. રાહુ દર 18 મહિને રાશિ પરિવર્તન કરે છે. હાલ રાહુ મેષ રાશિમાં છે પરંતુ 30 ઓક્ટોબર 2023 ના રોજ રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. 30 ઓક્ટોબરે બપોરે ગુરુની રાશિ મીનમાં રાહુનો પ્રવેશ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ એક રહસ્યમય ગ્રહ છે અને તેનું રાશિ પરિવર્તન કેટલીક રાશિ માટે શુભ તો કેટલીક રાશિ માટે અશુભ સાબિત થઈ શકે છે. આજે તમને એ ત્રણ રાશિઓ વિશે જણાવીએ જેને રાહુના રાશિ પરિવર્તનથી આગામી 18 મહિના સુધી લાભ જ લાભ થવાના છે.


આ પણ વાંચો:


Dhan Potli Upay: ચમત્કારી છે ધનની આ પોટલી, તેની સામગ્રી રાતોરાત વ્યક્તિને બનાવે અમીર


Astro Tips: ઘરની તિજોરી સંબંધિત આ ઉપાય ચમકાવી શકે છે તમારું ભાગ્ય, રાતોરાત બનશો અમીર


ઘરની આ જગ્યાએ ઝાડૂ-પોતા રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પર્સમાં નથી ટકતા રુપિયા


મિથુન રાશિ


રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકોના દસમા ભાવને પ્રભાવિત કરશે. જેના કારણે આ રાશિના લોકોને બધી જ ઈચ્છાઓ પૂરી થશે. રાહુનો શુભ પ્રભાવ તમારા પર રહેશે. આ સમય દરમિયાન ધન લાભની ઉત્તમ તક પ્રાપ્ત થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ પહેલા કરતા ખૂબ જ સારી રહેશે. દરેક પ્રકારની સમસ્યાનો અંત આવશે અને જીવન ખુશાલીમાં પસાર થશે.


મકર રાશિ


મકર રાશિના જાતકોને પણ રાહુનુ રાશિ પરિવર્તન લાભ કરાવશે. આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. નોકરીમાં સારી તક પ્રાપ્ત થશે. વેપાર સારો ચાલશે. રોકાણની દ્રષ્ટિએ સારો સમય. મહત્વના કામોમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે.


મીન રાશિ


આ રાશિમાં રાહુનો પ્રવેશ થઈ રહ્યો છે તેથી આ રાશિના જાતકોને રાહુ અઢળક ફાયદો કરાવશે. મીન રાશિમાં રાહુનો પ્રવેશ મંગલકારી સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને વેપારમાં મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા અને ધન લાભની તકો મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)