Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે. રાહુ અને કેતુ ગ્રહ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ બાદ સૌથી ધીરી ચાલ ચલનાર રાહુ ગ્રહ છે. 12 એપ્રિલ 2023ના રોજ સવારે 11.58 વાગે રાહુ મેષ રાશિમાં આવ્યો હતો. હવે 30 ઓક્ટોબરના રોજ 2.13 વાગ્યા સુધી આ જ રાશિમાં રહેશે. ત્યારબાદ તે ગુરુના સ્વામિત્વવાળી મીન રાશિમાં ગોચર કરશે. રાહુ એક છાયા ગ્રહ છે. જો કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ મેષ રાશિમાં રાહુ રહેવાથી અનેક રાશિઓને ચાંદી  જ ચાંદી રહેવાની છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે કે તેમને વિશેષ લાભ થશે. જાણો કઈ છે તે રાશિઓ...


કુંભ રાશિ
આ રાશિની ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં રાહુ બેઠો છે. આથી આ લોકોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. કારોબાર આગળ વધારવા માટે નવા નવા તરીકે અપનાવવાથી ફાયદો થશે. આ ઉપરાંત નોકરીમાં ફેરફારની પણ સંભાવના બની રહી છે. 


વૃશ્ચિક રાશિ
ગોચર કર્યા બાદ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં રાહુ આવીને બિરાજમાન છે. આથી તમને જોબની શાનદાર ઓફર મળી શકે છે. પરફોર્મન્સ જોતા પ્રમોશનની સાથે સાથે ઈન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. પરંતુ હેલ્થને લઈને સાવધાન રહેજો. 


સિંહ રાશિ
રાહુ આ રાશિના 10માં ભાવમાં  બેઠો છે. આથી નોકરીમાં તમને ખુબ ફાયદો થશે. તમે દરેક ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી શકશો. પરિવાર સાથે સારો સમય વીતશે. મુસાફરી પર જવાથી ખર્ચ વધી શકે છે. ખરાબ પ્રભાવથી બચવા માટે શિવલિંગ પર જળાભિષેક કરો. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના કર્મ ભાવ એટલે કે 10મા ભાવમાં રાહુ બેઠો છે. આ સમયગાળામાં કર્ક રાશિના જાતકો જે પણ પોતાના રસ પ્રમાણે કામ કરશે તેમા આર્થિક લાભ થશે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો વધુ ફાયદો થશે. આઈટી સેક્ટરવાળાને આ સમયગાળામાં ફાયદો જ ફાયદો છે. કારોબારમાં નફો થઈ શકે છે. આ ઉપરાંત બીમારીઓ પણ દૂર રહેશે. શ્વાનને દૂધ અને રોટલી ખવડાવવાથી ફાયદો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube