વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભ અને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય તમારી મનોકામનાની પૂર્તિ થઈ શકે છે. આ સાથે જ આ સમય દરમિયાન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયગાળામાં આત્મવિશ્વાસ વધશે, જેનાથી અનેક પડકારોનો સામનો તમે આરામથી કરી શકશો. માન સન્માન વધશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. 


વૃષભ રાશિ
રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સમયાંતરે ધનલાભ થતો રહેશે. જે જાતકો કરિયરમાં વિશેષ અધિકારિક પદ મેળવવાની ઈચ્છા રાખે છે તેમની મનોકામના પૂર્ણ થશે. તમારી વાણીનો પ્રભાવ વધશે જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. આ સમય નવો બિઝનેસ અને નોકરી શરૂ કરવા માટે ખુબ સારો છે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને ઉધાર આપેલું ધન પાછું મળશે. 


મકર રાશિ
રાહુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. કરિયરના મોરચે તમને જબરદસ્ત સફળતા મળશે. કારોબારમાં સારો એવો નફો મળશે. વેપારી વર્ગ આ દરમિયાન કોઈ મોટી ડીલ કરી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થશે. રોકાણથી ખુબ લાભ થશે. માન સન્માનમાં વધારો થશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube