નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ માનવામાં આવ્યો છે. તેની સ્થિતિમાં ફેરફાર અનેક મોટા ફેરફાર લાવે છે. આવનારી 17 માર્ચે રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 18 મહિના બાદ રાહુનું રાશિ પરિવર્તન દુનિયામાં મોટા ફેરફાર લાવશે. સ્પષ્ટ છે કે તેનાથી ભારત પણ બાકાત નહીં રહી શકે. માર્ચ 2022માં થનારા આ રાહુ ગોચરની અસર દેશના રાજકારણ, અર્થવ્યસ્થા અને સામાન્ય જનજીવન પર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંમેશા ઉલ્ટી ચાલ ચલે છે રાહુ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને કેતુ હંમેશા ઉલ્ટી ચાલ ચલે છે. તે 18 મહિનામાં રાશિ બદલે છે. આગામી 17 માર્ચના રોજ રાહુ વૃષભ રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તે લગભગ દોઢ વર્ષ રહેશે. રાહુલના મેષ રાશિમાં પ્રવેશ સમયની કુંડળીનું આકલન કરીએ તો મકર રાશિમાં શનિ, મંગળ અને શુક્ર એમ 3 ગ્રહોની યુતિ બની રહી છે. જે સમગ્ર દુનિયામાં ઉથલપાથલની આશંકા પેદા કરી રહી છે. જેની અસર ભારત ઉપર પણ જોવા મળશે. 


ખાવા પીવાની ચીજોનું સંકટ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિમાં રાહુનો પ્રવેશ ખાણી પીણીની ચીજોમાં સંકટ પેદા કરે છે. આથી મેષ રાશિમાં રાહુના પ્રવેશ કરતા જ હાલ ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધની ભારતની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર જોવા મળશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો રોજબરોજની ચીજોના ભાવ વધશે, જેનાથી સામાન્ય માણસને મોટી મુશ્કેલી પડી શકે છે. 


યુક્રેન અને રશિયા દુનિયાના મોટા ઘઉ ઉત્પાદન કરતા દેશો છે અને આ બંને દેશ જંગના મેદાનમાં છે. આ સ્થિતિમાં અનાજના ભાવ વધશે, જે અનેક દેશોમાં ખાદ્ય સંકટ પેદા કરી શકે છે. આ સાથે જ રાહુનું ગોચર ભારતમાં કમોસમી વરસાદ લાવશે જે ખેતરોમાં તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. 


સ્ટોક માર્કેટ ઉપર પણ રહેશે નજર
એપ્રિલ મહિનામાં મેષ રાશિથી એકાદશ ભાવમાં કુંભ રાશિમાં શનિ-મંગળી યુતિ અને જૂનમાં મેષ રાશિમાં રાહુ-મંગળની યુતિ સ્ટોક માર્કેટમાં ખુબ ઉતાર ચડાવ લાવી શકે છે. આ સમયમાં ખુબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. 


રાજકીય ઘમાસાણ મચશે
રાહુનું ગોચર ભારતના રાજકારણમાં મોટું ઘમાસાણ લાવી શકે છે. એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે મોટી રાજકીય ઉથલપાથલ પણ આવી શકે છે. મોટા નેતાઓ-અધિકારીઓ સંલગ્ન અપ્રિય ઘટનાઓ ઘટી શકે છે. આ ઉપરાંત કુદરતી આફત જેમ કે પૂર, ભૂસ્ખલન જેવી ઘટનાઓની આશંકા છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)