જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુને પાપી અને છાયા ગ્રહ કહેવામાં આવે છે. તેના રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરવાથી જાતકોની લવ લાઈફ, વ્યવસાયિક જીવન, શિક્ષણ,  બિઝનેસ, કરિયર અને સ્વાસ્થ્ય પર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશી ગયો હતો. આ સાથે જ તે જ દિવસે એટલે કે 30 ઓક્ટોબરના રોજ લગભગ 8 મહિના બાદ રાહુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો. રેવતી નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી અંતિમ નક્ષત્ર છે. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે. આ ઉપરાંત ગુરુનો પણ પ્રભાવ આ નક્ષત્રમાં થાય છે. આ સાથે જ રેવતી નક્ષત્રની રાશિ મીન છે. રેવતી નક્ષત્રમાં રાહુના જવાથી કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તો કેટલાક રાશિવાળાએ સતર્ક રહેવાની જરૂર છે. આવો જાણીએ રાહુના નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિને મળશે લાભ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મજુબ રાહુ 30 ઓક્ટોબરના રોજ બપોરે 1.33 વાગે અશ્વિનીમાંથી નીકળીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો. જ્યાં 8 જુલાઈના રોજ સાંજે 4.11 મિનિટ પર તે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. 


મિથુન રાશિ
આ રાશિમાં રાહુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરીને દસમા ભાવમાં પ્રવેશ કર્યો છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. બુધની રાશિ મિથુન હોવાના કારણે રાહુ લાભ જ લાભ કરાવશે. રાહુ અને બુધ વચ્ચે મિત્રતાનો ભાવ છે. આવામાં તમને મહેનતનું ફળ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. બિઝનેસમાં પણ અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. આર્થિક પક્ષ મજબૂત થશે. આ સાથે જ સમાજમાં માન સન્માન, પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. 


કર્ક રાશિ
આ રાશિમાં રાહુના નક્ષત્ર પરિવર્તન નવમાં ભાવમાં છે. આવામાં આ રાશિના જાતકોને વિદેશ યાત્રા કરવાનું સૌભાગ્ય મળશે. આ સાથે જ જે જાતકો વિદેશમાં જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમને પણ લાભ મળી શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને અનેક તકો મળી શકે છે. જો તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ સારી હોય તો વ્યવસાયિક જીવનમાં સકારાત્મક અસર પડી શકે છે. આવામાં કોઈ સારી નોકરીની ઓફર મળી શકે છે. પરંતુ માનસિક ચિંતાઓનો સામનો  પણ કરવો પડી શકે છે. 


કન્યા રાશિ
રાહુ આ રાશિના સાતમા ભાવમાં રહી રહ્યો છે. રેવતી નક્ષત્ર અને કન્યા રાશિનો સ્વામી બુધ છે. આવામાં રાહુના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. બિઝનેસ કરનારા લોકોને લાભ જ લાભ મળી શકે છે. તમારી અંદર ઉત્સાહ ભરાશે, જેનાથી તમે તમારા લક્ષ્યને મેળવવાની દરેક શક્ય કોશિશ કરશો. વ્યવયાયિક જીવનની વાત કરીએ તો તમારા  કામને જોતા પદોન્નતિ, ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. આ સાથે જ કોઈ મોટી જવાબદારી મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube