દિવાળી પહેલા માયાવી ગ્રહોનું ગોચર, આ રાશિવાળાને કરાવશે બંપર ધનલાભ, ભાગ્ય ચમકી જશે
Rahu Ketu Gochar: જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. દરેક ગ્રહના ગોચરની અસર દરેક રાશિના જાતકો પર કોઈને કોઈ પ્રકારે જરૂરથી પડે છે. આવામાં લગભગ દોઢ વર્ષ બાદ માયાવી ગ્રહ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરવાના છે.
Rahu Ketu Gochar: જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. દરેક ગ્રહના ગોચરની અસર દરેક રાશિના જાતકો પર કોઈને કોઈ પ્રકારે જરૂરથી પડે છે. આવામાં લગભગ દોઢ વર્ષ બાદ માયાવી ગ્રહ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરવાના છે. જ્યાં રાહુ 30 ઓક્ટોબરના રોજ સાંજે 4.37 વાગે મીન રાશિમાં પ્રવેશ કરશે તો કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ અને કેતુ બંને 19 મે 2025 સુધી આ રાશિમાં રહેશે. રાહુ અને કેતુના આ ગોચરથી કોને લાભ થશે તે ખાસ જાણો.
મેષ રાશિ
આ રાશિમાં રાહુ અગિયારમાં અને કેતુ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. ઈચ્છા શક્તિ મજબૂત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ધનલાભના પ્રબળ યોગ છે. સમજવાની વિચારવાની શક્તિ વધશે. જેનાથી તમે સાચા ખોટાની યોગ્ય રીતે પસંદગી કરી શકશો. કારણ વગર ખર્ચો વધી શકે છે પરંતુ આમ છતાં તમે બચત કરવામાં સફળ રહેશો. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ રહેશે. કપરાં પ્રયત્ન બાદ કરાયેલા કામોમાં હવે સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં રાહત મળી શકે છે. નોકરીયાતોના પણ સારા દિવસ શરૂ થઈ ગયા છે.
મિથુન રાશિ
આ રાશિમાં રાહુ દસમા અને કેતુ ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. સમાજિક ગતિવિધિઓમાં ભાગ લેવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. લાંબા સમયથી ફસાયેલું ધન પાછું મળી શકે છે. ભાગ્યનો સાથ મળવાના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપારમાં લાભના યોગ છે. પરંતુ કોઈ પણ રોકાણ સમજી વિચારીને કરવું. વિચાર્યા વગર કરેલું રોકાણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉન્નતિ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ
આ રાશિમાં રાહુ આઠમા અને કેતુ બીજા ઘરમાં બિરાજમાન રહેશે. આ રાશિના જાતકોનું જીવન સારું થઈ શકે છે. સમય પસાર થશે તેમ ધનલાભ થશે. આધ્યાત્મ તરફ તમારી રૂચિ વધશે. સતત આકરી મહેનતનું ફળ હવે મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ઉધાર આપેલું ધન પાછું મળી શકે છે. કોઈના કહેવામાં ન આવતા. નોકરીના કારણે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ સાઈન થઈ શકે છે. આવામાં તમને ખુબ નફો થાય તેવી શક્યતા છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)