Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025 આ 5 રાશિઓને અપાર ધન અપાવશે રાહુ-કેતુ, નવા વર્ષમાં થશે લાભ જ લાભ
Rahu-Ketu Gochar 2025: 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ બે ગ્રહ કોઈ પર મહેરબાન થાય છે તો તેનું ભાગ્ય ચમકાવી દે છે.
Rahu-Ketu Gochar 2025: જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ ગ્રહનું પણ વિશેષ સ્થાન છે. જ્યોતિષશાસ્ત્રમાં આ ગ્રહોને માયાવી અને પાપી ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ બે ગ્રહ કોઈ પર મહેરબાન થાય છે તો તેનું ભાગ્ય ચમકાવી દે છે. વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરીને 5 રાશિના લોકોને આવો જ ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
રાહુ અને કેતુ આ 5 રાશિને કરાવશે ફાયદો
આ પણ વાંચો: મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે વર્ષ 2025 નું વર્ષ શુભ રહેવાનું છે. અચાનક ધન લાભ થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. પરિવારનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. અટકેલા કામ પુરા થશે. જીવનમાં ખુશહાલી આવશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને પણ વર્ષ 2025 માં સારા સમાચાર મળી શકે છે. ઘરની સ્થિતિ મજબૂત થશે. પ્રગતિના રસ્તા ખુલશે. સંઘર્ષ ઓછો થશે. વિદેશ યાત્રાના પણ યોગ બની શકે છે. વાહન સુખ મળવાની સંભાવના. નવું વર્ષ ખુશીઓથી ભરેલું હશે.
આ પણ વાંચો: Astrology: ડિસેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિને માલામાલ કરશે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુ અને કેતુનું ગોચર ફાયદાકારક રહેશે. માંગલિક કાર્ય થઈ શકે છે. લગ્નના યોગ પણ બની શકે છે. મહેનત કરવી પડશે પરંતુ ફાયદો મોટો થશે. સંપત્તિ કે વાહન ખરીદવાની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
આ પણ વાંચો: સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
મકર રાશિ
મકર રાશિ લોકોને મહેનતનું ફળ મળશે. રાહુ અને કેતુની કૃપાથી ધન લાભ સારો એવો થશે. નવા વર્ષમાં યાત્રાઓ વધારે થશે. પરિવાર સાથે સંબંધ સારા રહેશે. જીવનમાં સ્થિરતા આવશે. સમય ફાયદાકારક.
આ પણ વાંચો: 7 ડિસેમ્બરથી વક્રી થશે મંગળ, ધન લક્ષ્મી રાજયોગથી 3 રાશિઓની સંપત્તિ વધશે
મીન રાશિ
મીન રાશિના લોકો માટે પણ સમય લાભકારી. કાર્યમાં નવી તક મળશે. માંગલિક કાર્ય પર ખર્ચ થઈ શકે છે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. અટકેલા કામ પુરા થશે. વિદેશ યાત્રાના પણ યોગ છે. જીવનમાં ખુશીઓ વધશે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)