Rahu Mangal Yuti: દરેક ગ્રહ સમયે સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. 1 જુન 2014 ના રોજ મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિ પહેલા મંગળ મીન રાશિમાં ગોચર કરતો હતો જ્યાં પહેલાથી જ રાહુનું ગોચર હતું. જેના કારણે મેષ રાશિમાં રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બની રહ્યો હતો. પરંતુ મંગળના રાશિ પરિવર્તનથી આ યોગ સમાપ્ત થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઘરમાં પોપટ રાખ્યો હોય તો જાણી લો આ નિયમ, તમારી એક ભુલ તમને કરી શકે છે કંગાળ


જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે. કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિ તે પણ જાણો. 


અંગારક યોગ પૂર્ણ થતા આ ત્રણ રાશિને થશે લાભ 


આ પણ વાંચો: અદાણી-અંબાણીની જેમ ધનવાન અને સફળ બનવું હોય તો ઘરમાં રાખો આ યંત્ર, ચમકી જાશે ભાગ્ય


મેષ રાશિ 


મંગળના રાશિ પરિવર્તનથી આ રાશિને સૌથી વધુ ફાયદો થશે. આ રાશિના લોકોને હવે માન-સન્માન અને પદ મળશે. કામ સારું રહેશે. સમાજમાં લોકપ્રિયતા વધશે. વૈવાહિક જીવન સુધરશે. વેપાર કરતાં લોકોને લાભ થશે. મોટા ઓર્ડર મળી શકે છે. વેપારનો વિસ્તાર કરવાની યોજના પણ સફળ રહેશે. નવી નોકરી પણ મળી શકે છે. 


આ પણ વાંચો: તુરંત પુરા થશે અટકેલા કાર્ય, રાતોરાત થશે ધન લાભ, બસ મંગળવારે કરો આ સરળ કામ


વૃષભ રાશિ


આ રાશિના લોકોને અંગારક યોગ પૂર્ણ થતા શુભ ફળ મળશે. લાંબા સમયથી જે પ્રમોશન અટકેલું હશે તે મળી શકે છે. નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. યાત્રાથી લાભ થશે. આવક પહેલા કરતાં વધશે. વેપારીઓને લાભ થશે. અવિવાહીતોના લગ્ન નક્કી થઈ શકે છે. 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય


મીન રાશિ 


અંગારક યોગ મીન રાશિમાં જ મંગળ-રાહુની યુતિથી બન્યો હતો તેથી આ રાશિના લોકોને કષ્ટનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેમની સમસ્યાઓ પૂર્ણ થઈ જશે. તેમને ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કામ પુરા થવા લાગશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સારો સમય. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. આવકમાં વધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)