Rahu Nakshatra Gochar 2024: છાયા ગ્રહ રાહુને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. નોંધનીય છે કે આ સમયે રાહુ મીન રાશિમાં બિરાજમાન છે. તો જલ્દી તે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ આ સમયે મીન રાશિમાં રહેવાની સાથે રેવતી નક્ષત્રમાં બિરાજમાન છે અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 8 જુલાઈએ પ્રવેશ કરશે. શનિના નક્ષત્રમાં રાહુના જવાથી તેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર પડશે, કારણ કે રાહુ અને શનિનું મિલન સારૂ માનવામાં આવતું નથી. પરંતુ શનિ આ સમયે શુભ સ્થિતિમાં છે. તેવામાં રાહુ પણ સારા પરિણામ આપશે. ઉત્તરાભાદ્ર પદ નક્ષત્રને અદ્ભુત નક્ષત્રોમાંથી એક માનવામાં આવે છે. આ નક્ષત્ર સફળતા, આધ્યાત્મ, અચાનક ધનલાભનો કારક માનવામાં આવે છે. તેવામાં રાહુના નક્ષત્ર પરિવર્તનની અસર કેટલાક જાતકો માટે શુભ રહેવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુલ 8 જુલાઈ સવારે 4 કલાક 11 મિનિટ પર શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે. તેવામાં કેટલાક જાતકોને લાભ મળશે. 


વૃષભ રાશિ
રાહુ પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ વૃષભ રાશિના ધન ભાવથી ગોચર કરી રહ્યાં છે. તેવામાં આ જાતકોને ખુબ લાભ મળવાનો છે. રાહુનું નક્ષત્ર પરિવર્તન ભાગ્યશાળી રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. જે લોકોથી સહયોગની આશા રાખી બેઠા છે, હવે તે આગળથી તમારી મદદ કરવા માટે આવશે. સરકારી ક્ષેત્રમાં કામ કરનાર લોકોને લાભ મળશે. શેર માર્કેટમાં સારો લાભ મળવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સંતાન તરફથી કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. 


તુલા રાશિ
રાહુ તમારા છઠ્ઠા ભાવથી ગોચર કરી રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાનું છે. નક્ષત્ર પરિવર્તનની સાથે સ્થાન ગોચર થઈ રહ્યું છે. તેવામાં તુલા રાશિના જાતકોને ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાગ્યનો સાથ મળશે. વિદેશ વેપારથી ખુબ ધનલાભ મળવાનો છે. શત્રુઓનો નાશ થશે. નોકરી કરનાર જાતકોને મોટી જવાબદારી સાથે પ્રમોશન મળી શકે છે. તમને બિઝનેસમાં પણ લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડા સતર્ક રહો.


આ પણ વાંચોઃ Budh Uday 2024: બુધ મિથુન રાશિમાં ઉદય થઈને બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોની ભરશે તિજોરી


વૃશ્ચિક રાશિ
આ રાશિના પાંચમાં ભાવ એટલે કે ધન ભાવમાં બિરાજમાન છે. આ સાથે ત્રીજા અને ચોથા ઘરનો માલિક છે. પરંતુ રાહુ અને શનિ બંનેની સ્થિતિ ખુબ સારી માનવામાં આવી રહી છે. તેવામાં આ રાશિના જાતકો માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભકારી રહી શકે છે. સ્વાસ્થ્યને લઈ થોડું સાવચેત રહેવાની જરૂર છે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.