નવું વર્ષ 2024 જલદી શરૂ થવાનું છે. હજુ જો કે થોડા દિવસો બાકી છે. વર્ષ બદલાવવાની સાથે 12 રાશિઓના જીવનમાં પણ ખુબ ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ મુજબ કોઈ પણ જાતકના ભવિષ્ય અંગે ઘણું બધુ જાણી શકો છો. ગોચર કુંડળી મુજબ નવા વર્ષમાં ગુરુ, શનિ અને રાહુ ખુબ વિશેષ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગ્રહોની સ્થિતિમાં ફેરફાર સાથે એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે લગભગ 1000 વર્ષ બાદ બની રહ્યો છે. વર્ષ 2024માં કઈ રાશિઓને વિશેષ લાભ મળશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષના મે મહિના સુધી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પોતાની સ્વરાશિ મેષ રાશિમાં બિરાજમાન હશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ સાથે જ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં જ બિરાજમાન હશે અને આ રાશિમાં માર્ગી અને વક્રી  થશે. આ સિવાય રાહુની વાત કરીએ તો 30 ઓક્ટોબર 2023ના રોજ મેષ રાશિમાંથી નીકળીને રાહુ મીન રાશિમાં પ્રવેશ કરી ગયો હતો અને આ રાશિમાં તે નવા વર્ષ 2024માં પણ રહેશે. અત્રે જણાવવાનું કે ગુરુ મીન રાશિના સ્વામી છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં આવીને આ રાશિમાં સપ્તમ દ્રષ્ટિ નવમ ભાવ પર રહેશે. આવામાં રાહુ, મીન અને ગુરુનો આવો દુર્લભ સંયોગ લગભગ 1000 વર્ષ બાદ બની રહ્યો છે. 


મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ ખુબ સારું રહેશે. આ રાશિના જાતકોને અપાર ધનસંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે જ ફેબ્રુઆરીથી તમારી કરિયરમાં થોડો ઉછાળો આવી શકે છે. તમારી મહેનતનું તમને ફળ મળશે. આવામાં તમને પદોન્નતિ સાથે ઈન્ક્રીમેન્ટનો લાભ મળી શકે છે. ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લવ લાઈફ સારી રહેશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી થોડા સજાગ રહેવાની જરૂર છે. 


કુંભ રાશિ
આ રાશિમાં શનિની અંતિમ સાડાસાતી ચાલી રહી છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે જેનાથી ધનલાભની સાથે બચન કરવામાં સફળ થઈ શકશો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી પીડાતા રોગોમાં પણ લાભ મળી શકે છે. આ સાથે ગુરુની વાત કરીએ તો તમને માન સન્માન સાથે ધન સંપત્તિ આપી શકે છે. વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવશે. સંબંધમાં લાંબા  સમયથી ચાલી આવતી સમસ્યાઓ આ વરષ 2024માં સમાપ્ત થઈ શકે છે. પરંતુ આ માટે તમારે પહેલ કરવી પડી શકે છે. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. તેનાથી તમને દરેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. બિઝનેસમાં પણ ખુબ લાભ મળવાના ચાન્સ છે. મહેનતનું પૂરું ફળ મળશે. પોતાના પર વિશ્વાસ રાખશો તો  દરેક પડકારોને પાર કરી શકશો. 


મીન રાશિ
રાહુ આ રાશિના પહેલા ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોની અંદર નિર્ણય લેવાની શક્તિ વધશે. તમારા ગજબના આત્મવિશ્વાસના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. તમે દરેક સ્થિતિને ખુબ સરળતાથી પાર કરી લેશો. આ સાથે જ ગુરુની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં પણ સારી તકો મળી શકે છે. વિદેશ પ્રવાસના પ્રબળ યોગ બની રહ્યા છે. આવામાં ખર્ચામાં વધારો થઈ શકે છે. શનિની કૃપાથી વિદેશી બિઝનેસમાં લાભ મળી શકે છે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો નવા વર્ષમાં તે લાભકારી સાબિત થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube