Rahu Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું વિશેષ મહત્વ છે. જ્યારે ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેનાથી દરેક રાશિને અસર થાય છે. વર્ષ 2024 ની વાત કરીએ તો 7 માર્ચ 2024 ના રોજ રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 18 મહિના સુધી રાહુ મીન રાશિમાં ગોચર કરશે. આ સમય દરમિયાન મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ પણ સર્જાશે. આ યુતિના કારણે ત્રણ રાશિના લોકોને 18 મહિના સુધી ખૂબ જ ફાયદો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Vastu Tips: જમતી વખતે કરશો આ ભુલ તો પાપના બનશો ભાગીદાર, જિંદગી થઈ જશે બરબાદ


જ્યોતિષશાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ કહેવાય છે પરંતુ જ્યારે રાહુની કૃપાદ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડે તો તેને લોકપ્રિયતા, ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે રાહુનો ખરાબ પ્રભાવ હોય તો વ્યક્તિના મનમાં બ્રહ્મ પેદા થાય છે, તેને પોતાની સ્થિતિથી અસંતોષ રહે છે અને અન્ય સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જોકે આવનારા વર્ષ દરમિયાન ત્રણ રાશિના લોકોએ આ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમને રાહુ લાભ કરાવશે. 


વૃષભ રાશિ


વૃષભ રાશિના ધન ભાવમાં રાહુ અને બુધની યુતિ સર્જાશે. મીન રાશિમાં આ ગ્રહનું ગોચર થતાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના સ્ત્રોત વધશે અને નાણાકીય લાભની સંભાવના પણ વધી જશે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમના માટે આ વર્ષ લાભકારી રહેશે શેર માર્કેટમાં રોકાણથી પણ લાભ થશે.


આ પણ વાંચો: Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરવો આ ઉપાય


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે પણ રાહુનું મીન રાશિમાં ગોચર ફાયદાકારક રહેવાનું છે. જો કોઈ કાયદાકીય બાબત ચાલતી હતી તો તેનો નિર્ણય આ રાશિના પક્ષમાં આવશે. આ સમય દરમિયાન શત્રુ પરાસ્ત થશે અને પરિવારના સભ્યો સાથે સંબંધો સુધરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ 2024 ખૂબ જ સારું રહેવાનું છે.


આ પણ વાંચો: લગ્નજીવનને મધુર બનાવવું હોય તો સિંદુર, બંગડી અને બિંદી સંબંધિત આ વાતનું રાખવું ધ્યાન


કુંભ રાશિ


કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. જ્યારે મીન રાશિમાં રાહુનો પ્રવેશ થશે ત્યારે આ રાશિના લોકોને પણ આર્થિક લાભ થશે. કુંભ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવકના સ્ત્રોત પણ વધતા જોવા મળે છે. વર્ષ 2024 માં તમને દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થશે. કારકિર્દી અને વેપાર માટે પણ આ વર્ષ સારું રહેશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)