જૂનું વર્ષ વિદાય થવાની અને નવું વર્ષ શરૂ થવાની તૈયારી છે. દરેક જણ જાણવા ઈચ્છતા હોય છે કે આવનારું વર્ષ તેમનું કેવું રહેશે. પરંતુ તમને જણાવીએ કે આ 5 રાશિઓ એવી છે જેમણે આવતા વર્ષે રાહુની પરેશાનીઓ સહન કરવી પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ હંમેશા ઉલ્ટી ચાલ ચલે છે. શનિ બાદ સૌથી ધીમી ચાલ રાહુની હોય છે. તે લગભગ દોઢ વર્ષના સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023માં રાહુ ઓક્ટોબર સુધી મેષ રાશિમાં રહેશે. આ રાશિના સ્વામી મંગળ છે. ત્યારબાદ તે મીન રાશિમાં પ્રવેશી જશે. જે ગુરુની રાશિ છે. હવે અમે તમને જણાવીએ કે એવી કઈ 5 રાશિઓ છે જેમણે નવા વર્ષમાં રાહુનો પ્રકોપ સહન કરવો પડી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
જ્યોતિષના જાણકારો કહે છે કે મેષ રાશિના જાતકોની બુદ્ધિને રાહુ કેટલીક હદ સુધી ભ્રમમાં નાખશે. કામમાં ઉતાવળ કરવાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ષડયંત્રનો ભોગ પણ બની શકાય છે અને લોકો સાથેના ઝઘડા અને વાદ વિવાદ પણ થઈ શકે છે. સાવધાની સાથે આ સમય પસાર કરવો જોઈએ. 


વૃષભ
રાહુ આ સમયગાળામાં તમને શારીરિક કષ્ટ આપી શકે છે. ડોક્ટરોના ચક્કર પણ કાપવા પડી શકે છે. ફાલતુ પૈસા વપરાશે. આ દરમિયાન તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો. શોર્ટકટ અપનાવીને જો સફળતા મેળવવા માંગશો તો પરેશાન થશો. 


તુલા
આ સમયગાળા દરમિયાન નોકરીયાતો સંભાળીને રહે. ઓફિસના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે પણ સાવધાનીથી વર્તો. સમજ્યા વિચાર્યા વગર નિર્ણય લેશો અને પાછળથી નુકસાન ભોગવવું પડી શકે છે. લોકો સાથે મન મોટાવ થવાની પણ પ્રબળ સંભાવના છે. કારોબારના મામલે નિરંકુશતાનો અનુભવ કરી શકો છો. 


મકર
લગ્ન જીવનમાં ગુંચવણો વધશે. એડજસ્ટ થવા માટે ખુબ કોશિશો કરવી પડશે. ઠંડા મગજથી કામ લો અને ધીરજ ધરીને ચીજ સમજવાની કોશિશ કરો. ઘરનો માહોલ અપ્રિય લાગી શકે છે. જિંદગીમાં ઉતાર ચડાવ આવી શકે છે. 


મીન
આ સમયગાળો બેધારી તલવાર જેવો હશે. રાહુ તમને પૈસા તો અપાવશે પરંતુ પૈસા જેટલા પાસે પહોંચશે કે એટલો પરિવાર દૂર  થતો જશે. પરિવારથી અલગ મહેસૂસ કરશો. ખાણી પીણી પર ધ્યાન આપો. નહીં તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube