Raksha Bandhan 2023: રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂનમની તિથિ બે દિવસે આવી રહી છે. જેના કારણે લોકોના મનમાં પણ મૂંઝવણ છે કે રક્ષાબંધન કયા દિવસે ઉજવવી ? રક્ષાબંધનના દિવસે ભદ્રા હોવાથી રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત પણ જોવું જરૂરી છે. આ વર્ષે પૂનમની તિથિ 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ એમ બંને દિવસે હશે. જોકે આ વર્ષે રક્ષાબંધન પર 700 વર્ષ પછી પંચ મહાયોગનો સંયોગ પણ બની રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


4 નવેમ્બર પછીનો સમય વરદાન સમાન હશે આ 3 રાશિના લોકો માટે, શનિ કૃપાથી મળશે સફળતા


Somwar Upay: ધન, કીર્તિ અને સફળતા પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનાના સોમવારે કરો આ સરળ કામ


16 સપ્ટેમ્બર સુધી દિવસ-રાત ગણશો રુપિયા, આ 3 રાશિઓને કરોડપતિ બનાવશે બુધાદિત્ય રાજયોગ


પંચાંગ અનુસાર પૂનમની તિથિ 30 ઓગસ્ટ અને બુધવારે શરૂ થશે. પરંતુ 30 ઓગસ્ટે સવારે 11 કલાકથી રાત્રે 9 કલાક સુધી ભદ્રાનો પડછાયો રહેશે. જેના કારણે આ સમય દરમિયાન ભાઈને રાખડી બાંધવા આવશે નહીં. 


આ કારણથી 31 ઓગસ્ટ 2023 ના રોજ રાખડી બાંધવા માટે શુભ સમય રહેશે. 31 ઓગસ્ટે રાખડી બાંધવા માટે સવારે 7 કલાક સુધીનો સમય જ શુભ છે કારણ કે ત્યાર પછી પૂનમની તિથિ પૂર્ણ થઇ જશે..


રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. સાથે જ દરેક ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.. દર વર્ષે રક્ષાબંધન પર ભાઈ બહેન આ તહેવારને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે.. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો આ તહેવાર જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે.


રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરવું. ત્યાર પછી દરેક બહેને ભગવાન ગણેશને સૌથી પહેલા રાખડી બાંધવી. ત્યાર પછી ભાઈના માથા પર રૂમાલ ઢાંકી તેને કંકુ ચોખાથી તિલક કરીને આરતી ઉતારી તેને રાખડી બાંધવી. ભાઈ ને રાખડી બાંધ્યા પછી તેનું મોઢું મીઠું કરાવવું. ભાઈના હાથમાં લાલ, પીળી કે લીલા રંગની રાખડી બાંધવી શુભ ગણાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)