Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંને દિવસ ઉજવવામાં આવશે. હકીકતમાં રક્ષાબંધન પર ભદ્રને કારણે તહેવાર બે તિથિમાં વિભાજીત થયો છે. ભદ્ર કાળ 30 ઓગસ્ટે સવારે પૂનમની તિથિ સાથે શરૂ થઈ જશે અને રાત્રે 9 કલાક 2 મિનિટ સુધી ચાલશે. પરંતુ રક્ષાબંધન પર બનેલા શુભ યોગ તહેવારનું મહત્વ વધારશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

700 વર્ષ બાદ પંચ મહાયોગ
જ્યોતિષ ગણના અનુસાર રક્ષાબંધન પર 700 વર્ષ બાદ પંચ મહાયોગ બનવા જઈ રહ્યો છે. 30 ઓગસ્ટે સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર અને સનિ ગ્રહ પંચ મહાયોગનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. ગ્રહોની આવી સ્થિતિ બુધાદિત્ય, વારસપતિ અને શશ યોગ પણ બનાવશે. જ્યોતિષવિદોનું કહેવું છે કે આવી શુભ દશામાં રાખવી બાંધવાનું શુભ ફળ અનેક ગણું વધી જાય છે. 


30 કે 31 ક્યા દિવસે રાખવી બાંધવી શુભ?
આ વર્ષે, રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવી શકે છે. આમાં માત્ર ભદ્રકાળના સમયગાળાને ધ્યાનમાં રાખીને ભાઈએ રાખડી બાંધવી પડશે. જો તમે 30મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવા જઈ રહ્યા છો, તો રાત્રે 9:20 વાગ્યે ભદ્રા પૂર્ણ થાય પછી જ તમારા ભાઈને રાખડી બાંધો. જો તમે 31 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવા જઈ રહ્યા છો, તો સવારે 7.5 મિનિટ પહેલા તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધો. આ પછી, રક્ષાબંધનનો તહેવાર સાવન પૂર્ણિમાની સાથે સમાપ્ત થશે.


આ પણ વાંચોઃ સૂર્યનું મોટુ નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે, અચાનક ધનલાભનો યોગ


સૌથી સારૂ મુહૂર્ત
હિન્દુ પંચાગ અનુસાર ભાઈના કાંડા પર રાખવી બાંધવાનો સૌથી સારો સમય 31 ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્તમાં રહેશે. તે દિવસે સવારે 4.26થી સવારે 5.14 સુધી બ્રહ્મ મુહૂર્ત છે. આ વચ્ચે તમે ગમે ત્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. 


1. ભદ્ર કાળમાં ન બાંધો રાખડી
ભદ્ર કાળમાં ક્યારેય રાખડી બાંધવી જોઈએ નહીં. આ વખતે રક્ષાબંધન પર ભદ્રો પડછાયો રહેશે. ભદ્ર કાળ 30 ઓગસ્ટે સવારે પૂનમની તિથિ સાથે પ્રારંભ થશે અને રાત્રે 9.02 કલાક સુધી રહેશે. 


2. ઉત્તર-પશ્ચિમ દિશા
વાસ્તુ અનુસાર ભાઈને ભૂલમાં પણ ઉત્તર-પશ્ચિમ દિશામાં બેસીને રાખવી ન બાંધવી જોઈએ. આ દિશામાં રાખડી બાંધવાથી અપશુકન થાય છે. રાખડી બાંધતા સમયે બહેનોનો ચહેરો દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ હોવો જોઈએ.જ્યારે ભાઈઓનો ઉત્તર-પૂર્વ દિશા તરફ. 


3. ન બાંધો આવી રાખડી
બજારમાં આજકાલ પ્લાસ્ટિકની રાખડીઓ વેચાવા લાગી છે. પ્લાસ્ટિકને કેતુનો પદાર્થ  માનવામાં આવ્યો છે અને તેને બદનામીનો કારક માનવામાં આવે છે. આ સિવાય ભાઈને તૂટેલી કે અશુભ ચિન્હોવાળી રાખડી ન બાંધવી જોઈએ. 


આ પણ વાંચોઃ 4 નવેમ્બર પછીનો સમય વરદાન સમાન હશે આ 3 રાશિના લોકો માટે, શનિ કૃપાથી મળશે સફળતા


4. આવી ભેટ ન આપો
જ્યોતિષ અનુસાર રક્ષાબંધન પર પહેનને ધારદાર કે અણીદાર વસ્તુ ભેટમાં ન આપો. છરી, અરીસો કે ફોટો ફ્રેમ જેવી વસ્તુઓ આપવાથી બચો. બહેનને રૂમાલ કે ચપ્પલ-શૂઝ ગિફ્ટમાં ન આપો. જ્યોતિષમાં બુધને બહેનોના કારક માનવામાં આવ્યા છે. તેથી તમે તેની સાથે જોડાયેલી વસ્તુ આપી શકો છો. 


5. કાળા કલરના કપડા
રક્ષાબંધનના દિવસે બહેનોએ ભૂલમાં પણ કાળા કલરના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. તેની જગ્યાએ લાલ-પીળા વસ્ત્રો પહેરવા શુભ રહેશે. 


6. ખાન-પાન
રક્ષાબંધનના દિવસે ઘરમાં માંસ, દારૂ, લસણ-ડુંગળી દેવા તામસિક ભોજનનું સેવન ન કરો. આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube