Raksha Bandhan Par 5 Shubh Yog : રક્ષાબંધનના તહેવારની ઉજવણી દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ કરવામાં આવે છે અને આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે છે. એટલે કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્વ ખુબ વધી ગયું છે. આ વખતે શ્રાવણ મહિનાની પૂન પર એક સાથે 5 શુભ યોગ બની રહ્યાં છે. એટલે કે બહેનો શુભ સંયોગ વચ્ચે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરશે. આવો જાણીએ રક્ષાબંધન પર કયા-કયા શુભ યોગ બની રહ્યાં છે, સાથે તે જોઈએ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત કયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ઉજવાશે રક્ષાબંધન
રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂનમની તિથિ 19 ઓગસ્ટે સવારે 3 કલાક 5 મિનિટથી શરૂ થશે અને રાત્રે 11 કલાક 56 મિનિટ પર સમાપ્ત થશે. એટલે કે રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે જ ઉજવાશે. સાથે આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે પૂન હોવાથી તે તિથિ મહાલક્ષ્નીની પૂજા સાથે જોડાયેલી માનવામાં આવે છે. 


આ પણ વાંચોઃ આ તારીખો પર જન્મેલા લોકો કરે છે લવ મેરેજ, જુઓ તમે પણ સામેલ છો કે નહીં!


રક્ષાબંધન પર બનશે એક સાથે 5 શુભ યોગ
રક્ષાબંધન આ વખતે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે છે. આ સિવાય તે દિવસે 4 શુભ યોગ એક સાથે હાજર હશે. આ વખતે રક્ષાબંધનની ઉજવણી સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે કરવામાં આવશે. આ સાથે 19 ઓગસ્ટે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે. પરંતુ આ દિવસે ભદ્રકાળ પણ રહેશે. પરંતુ આ વખતે પણ ભદ્રા પાતાળ લોકમાં રહેશે. તેથી ભદ્રકાળનો અશુભ પ્રભાવ માન્ય રહેશે નહીં.


રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત હિંદુ પંચાગ અનુસાર આ વખતે રક્ષાબંધન પર ભદ્રા 18 ઓગસ્ટની રાત્રે 2 કલાક 21 મિનિટથી લાગી જશે અને આગામી દિવસે 19 ઓગસ્ટે બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રહેશે. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ રહેશે. પરંતુ જાણકાર જણાવી રહ્યાં છે કે આ વખતે ભદ્રકાળ પાતાળમાં રહેશે, તેથી તેની અસર એટલી થશે નહીં. તમે ઈચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત બપોરે 1 કલાક 30 મિનિટથી 4 કલાક 3 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ સાંજે પણ પોતાના ભાઈઓને 6 કલાક 39 મિનિટથી 8 કલાક 52 મિનિટ સુધી રાખડી બાંધી શકે છે.