રક્ષાબંધને સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડી, દાદાને કરાયો વિશેષ શણગાર
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર કરાયો છે.
રઘુવીર મકવાણા, બોટાદઃ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર અને સિહાસને નાળિયેરી ના પાનનો દિવ્ય શણગાર કરાયો છે. તેમજ સંતોએ હરિભક્તો ને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી. ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર કરાયો છે તેમજ ભક્તોએ મોકલેલ પત્રો દાદાના ચરણે મુકવામાં આવ્યા હતા. તેમજ નાળિયેરી પૂનમ નિમિતે હનુમાનજી દાદાના સિંહાસન ને નાળિયેરી ના પાનનો શણગાર કરવામાં આવ્યો છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યુંકે, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાને રાખડીઓ ધરાવી તેમજ દાદાના ચરણે પત્રો મુકિને હનુમાનજી દાદાના દિવ્ય શણગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સંતો દ્વારા મંદિરે આવેલા હરિભક્તો ને રાખડી બાંધી રૂડા આશીર્વાદઆપી ને પવિત્ર રક્ષાબંધન પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.