Raksha Bandhan 2024: દરેક ગામમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તમાન હોય છે. ક્યાંક કોઈક બનાવ બન્યો હોય કોઈક ઘટના ઘટી હોય તેની અસર વર્ષો સુધી જોવા મળતી હોય છે. પહેલાંના સમયમાં આવું વધારે હતું. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એ પરંપરાઓ યથાવત છે. ગુજરાતના એક ગામમાં રક્ષાબંધનને લઈને આવી જ એક માન્યતા આજે વર્ષો બાદ પણ પ્રવર્તમાન છે. આજે પણ આ ગામમાં રક્ષાબંધનના દિવસે કોઈ બહેન પોતાના ભાઈની કલાઈ પર નથી બાંધતી રાખડી...કારણ જાણીને તમે પણ ચોંકી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કહાની છે સરહદને અડીને આવેલાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની. આ કહાની છે બનાસકાંઠાના પાલનપુર તાલુકની...આ કહાની છે પાલનપુર તાલુકા ચડોતર ગામની. કહેવાય છેકે, વર્ષોથી એવી માન્યતા છેકે, આ ગામ માટે અશુભ ગણાય છે રક્ષાબંધનનો દિવસ. તેની પાછળ પણ છે અનેક કારણો. જાણો આખરે એવું તો શું બન્યું હતુકે, આજે વર્ષો બાદ પણ રક્ષાબંધને આ ગામમાં કોઈ બહેન પોતાના ભાઈને નથી બાંધતી રાખડી....


પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 200 વર્ષથી પણ વધારે વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે. 


ચડોતર ગામમા આવેલ મંદિરના પૂજારી કાંતિભાઈનું કહેવુ છે કે, વર્ષો પહેલા અમારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો જેના કારણે ગામલોકો ભયભીત થઈ ગયા હતા. તો ગામના આગેવાન સોમાભાઈ લોહે જણાવ્યું કે, વર્ષો જૂની અમારા ગામની પરંપરા છે 250 વર્ષ પૂર્વેથી અમારા ગામમાં આ રીતે રક્ષાબંધન ઉજવાય છે. 


લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત નિપજ્યા હતા જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.   


દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષથી વધુની જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આજે ગામની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી. સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના પ્યારના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ માટે આજે બહેનો રાખડી બાંધી રહી છે.