ઝી બ્યૂરો, અમદાવાદઃ તહેવાર પર આ દેવતાઓને પણ બાંધી શકાય છે રાખડી. એવું કહેવામાં આવે છેકે, રક્ષાબંધનના પર્વ બહેનો ઈશ્વરને પણ રાખડી બાંધીને પોતાના ભાઈ માની શકે છે. કહેવાય છેકે, બહેન જ્યારે પણ પરંમ શક્તિશાળી ઈશ્વરને રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ માની લે છે ત્યારે એ બહેનના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે રક્ષાબંધનના તહેવારને દેશભરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારને દર વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. રાખડીને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જ્યા રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. ત્યારે અમુક લોકો ભગવાનને રક્ષા સૂત્ર બાંધીને ઉજવણી કરે છે. આ ભગવાનને રાખડી બાંધવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જાણો કયા રંગની રાખડી કયા ભગવાનને બાંધવી પડશે.

1) ગણેશ ભગવાન:
ગણેશ ભગવાન આદરણીય ગણાય છે. કોઈપણ પૂજાને શરૂ કરતા પહેલા ગણેશજીને અભિવાદન કરવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ગણેશ ભગવાનને લાલ રંગ વધારે ગમે છે. અને તેમને લાલ રંગની રાખડી બાંધીને તમે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકશો.

2) ભગવાન વિષ્ણુ:
પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે પીળા રંગની રાખડી વિષ્ણુ ભગવાનને બાંધવી જોઈએ, આમ કરવાથી વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

3) હનુમાનજી:
સંકટ મોચન  હનુમાનજીને લાલ રંગ પસંદ છે, તેથી તેમને આ રંગની રાખડી બાંધવી જોઈએ. આ તે લોકો માટે ખાસ કરીને ફળદાયી છે. કે  જેમને મંગળ ભારે હોય છે, આમ કરવાથી મંગળ ગ્રહ શાંત બને છે અને શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

4) ભગવાન શિવ:
શ્રાવણ મહિનામાં  ભગવાન શિવનો મહિનો છે. લોકો શંકર ભગવાનને જળ ચઢાવે છે. ભગવાન શિવને રાખડી બાંધવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.


(નોંધઃ અહીં જણાવવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે.)