નવી દિલ્હીઃ Ram Navami 2023: 30 માર્ચ 2023ના રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવશે. દર વર્ષે ચૈત્ર મહિનાનાસુદ પક્ષની નવમી તિથિત પર રામ જન્મોત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે ભગવાન રામની સાથે માં દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. હિન્દુ ધર્મમાં રામ નવમીના પર્વનું વિશેષ મહત્વ છે. આ વર્ષે રામ નવમી પર અત્યંત દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે ઘણી રાશિઓ માટે લક્કી સાબિત થશે. આ શુભ યોગના સંયોગથી ત્રણ રાશિઓને ધન, વેપાર, નોકરી અને ભૌતિક સુખમાં વધારો થશે. શ્રીરામ અને બજરંગબલીની તેના પર કૃપા થશે. આવો જાણીએ રામ નવમી પર કઈ રાશિઓના ભાગ્યનું તાળું ખુલી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ નવમી 2023 શુભ યોગ સંયોગ (Ram Navami 2023 Shubh yoga)
વાલ્મીકિ અનુસાર શ્રી રામનો જન્મ કર્ક રાશિમાં, અભિજીત મુહૂર્તમાં, સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ વિશેષ યોગમાં થયો હતો. આ વર્ષે રામ નવમી પર સૂર્ય, બુધ અને ગુરુ મીનમાં, શનિ કુંભમાં, શુક્ર અને રાહુ મેષમાં બેસે છે. આ દરમિયાન માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય જેવા યોગોની રચના થશે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, ગુરુ પુષ્ય યોગ અને રવિ યોગનો સમન્વય છે.


આ પણ વાંચોઃ એપ્રિલ 2023માં થશે મોટુ રાશિ પરિવર્તન, 12 વર્ષ બાદ ગુરૂનું મેષમાં ગોચર, જાણો વિગત


રામ નવમી પર આ રાશિને થશે લાભ (Ram Navami 2023 Lucky Zodiac sign)
વૃષભ રાશિ (Aries)
- વૃષભ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર ઘણી શુભ ભેટ લઈને આવી રહ્યો છે. આ શુભ યોગના સંયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનને લઈને અટવાયેલા કામ પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સાથ મળશે. નવી જવાબદારી મળી શકે છે. રોકાણ માટે સારો સમય છે. વેપારમાં નવી ભાગીદારીનો યોગ બની રહ્યો  છે. 


તુલા રાશિ (Libra)- તુલા રાશિના જાતકો પર હનુમાન જી અને શ્રીરામની વિશેષ કૃપા થશે. આર્થિક મોર્ચા પર તમને લાભ થશે. આવકમાં વધારાનો પ્રબળ યોગ છે. આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. તેનાથી લક્ષ્ય પૂરુ કરવામાં મદદ મળશે. માન-સન્માનમાં વધારો થશે. પરિવારનો સાથ મળશે. ભગવાન રામના આશીર્વાદથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે. 


સિંહ રાશિ (Leo) - સિંહ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર લક્કી સાબિત તશે. જૂના દેવાથી છુટકારો મળી શકે છે. આવકના નવા દરવાજા ખુલશે. લાંબા સમયથી નોકરીમાં ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube