Ram Navami 2023: 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને નવરાત્રીનું સમાપન 30 માર્ચે થશે. આ વર્ષે નવરાત્રીના સમય પણ પર વિશેષ યોગ સર્જાવવા જઈ રહ્યા છે. નવરાત્રીનું સમાપન એટલે કે રામનવમીના દિવસે પાંચ યોગ સર્જાશે જેના કારણે આ તિથી વધારે ફળદાયી બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જાણો કયા પક્ષી ઘરમાં માળો બનાવે તે છે શુભ અને કયા પક્ષીનું આગમન અશુભ


મહેનત કર્યા પછી પણ નથી મળતી સફળતા ? તો ઘરે લઈ આવો કેળના મૂળનો એક ટુકડો અને કરો આ કામ


માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો


રામનવમી પર આ પાંચ યોગનો થશે સંયોગ


રામનવમીના દિવસે આ વર્ષે ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અને ગુરુ યોગનો સંયોગ થશે. આ દિવસે પાંચ યોગ એક સાથે જ સર્જાશે જેના કારણે શ્રીરામની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સાથે જ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવશે તેમાં સફળતા પ્રાપ્ત થશે. 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ યોગ અને અમૃત સિદ્ધિઓ 30 માર્ચે સવારે 10:59 મિનિટથી શરૂ થશે અને 31 માર્ચ સવારે 6:13 મિનિટ સુધી રહેશે. જ્યારે ગુરુ યોગ સર્વાર્થ સિદ્ધિઓ અને રવિ યોગ સૂર્યોદય સાથે શરૂ થશે અને સુર્યાસ્ત સુધી રહેશે. 


રામનવમીના દિવસે કરો આ ઉપાય


આ વર્ષે રામનવમીનો દિવસ ખૂબ જ શુભ છે. આ દિવસે સૂર્યોદય થાય તે પહેલા જાગી જવું અને સ્નાન કરીને શ્રીરામનો કેસર યુક્ત દૂધથી અભિષેક કરવો. આ દિવસે ઘરમાં રામચરિત માનસ અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો. આમ કરવાથી ઘરમાં ખુશાલી આવે છે અને ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે.