Rama Ekadashi: રમા એકાદશીનું વ્રત કરવાના જાણો નિયમ, આ દિવસે ભુલ કરશો તો પડશે ભારે
Rama Ekadashi: સુખ સમૃદ્ધિનું વરદાન આપનાર રમા એકાદશી સૌથી વિશેષ હોય છે. આ વર્ષે રમા એકાદશી નવ નવેમ્બરે ઉજવાશે. દિવાળી પહેલા આવતી આ એકાદશી ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભક્તો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ આ વ્રત કરતી વખતે કેટલાક નિયમોનું પાલન થવું પણ જરૂરી છે.
Rama Ekadashi: જ્યોતિષશાસ્ત્રમાં દરેક વ્રત અને તહેવારનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ તેને કરવાના કેટલાક નિયમોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિનામાં આવતી એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આમ તો દરેક એકાદશી વિશેષ અને ખાસ હોય છે.
પરંતુ સુખ સમૃદ્ધિનું વરદાન આપનાર રમા એકાદશી સૌથી વિશેષ હોય છે. આ વર્ષે રમા એકાદશી નવ નવેમ્બરે ઉજવાશે. દિવાળી પહેલા આવતી આ એકાદશી ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે વ્રત કરવાથી ભક્તો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ આ વ્રત કરતી વખતે કેટલાક નિયમોનું પાલન થવું પણ જરૂરી છે.
આ પણ વાંચો: આ અશુભ યોગ પૂર્ણ થવાથી 3 રાશિના લોકો લેશે રાહતનો શ્વાસ, ઘરમાં વધશે ધનની આવક
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રમા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને બધા જ પાપથી મુક્તિ મળી જાય છે પરંતુ આ દિવસે વ્રતમાં કરેલી એક ભૂલ તેને જીવનભર ભારે પડી શકે છે. આ વર્ષે તમે પણ રમા એકાદશીનું વ્રત કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તેના આ નિયમો વિશે જાણી લો.
રમા એકાદશીના વ્રતના નિયમો
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર રમા એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ખાવા નહીં. એવી માન્યતા છે કે આ દિવસે ભાત ખાવાથી વ્યક્તિને બીજો જન્મ સરીશ્રૃપ તરીકે મળે છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીની તિથિ પર તુલસીનો જળ ચઢાવવાની મનાઈ હોય છે. રમા એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીમાં જળ અર્પણ ન કરવું. આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે.
આ પણ વાંચો: 1 વર્ષ પછી આ 3 રાશિના જીવનમાં ઉગશે સોનાનો સૂરજ, સૂર્ય-મંગળ યુતિ ચારેતરફથી કરાવશે લાભ
- એકાદશીનું વ્રત કર્યું હોય ત્યારે શરીર અને મનની સફાઈનું ધ્યાન રાખવું જો તમે એકાદશીનું વ્રત કરો છો તો આ દિવસે મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર કરવા નહીં. આ સાથે જ આ દિવસે ખોટું બોલવાથી પણ બચો. આ દિવસે ખોટું બોલવાથી કે ક્રોધ કરવાથી વ્રતનું ફળ મળતું નથી અને ભગવાન પણ નારાજ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)