Ram Setu: અયોધ્યા ખાતે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પણ ફરીથી તાજા થવા લાગ્યા છે. આમ તો રામાયણનો દરેક પ્રસંગ અવિસ્મરણીય છે. પરંતુ સૌથી ખાસ કહી શકાય તેવો પ્રસંગ છે રામ સેતૂ નિર્માણનો. રામાયણમાં રામ સેતુના પ્રસંગનું અદ્ભુત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું અને તેને લંકા લઈ ગયો તો રાવણનો વધ કરવા અને સીતાજીને છોડાવવા માટે શ્રીરામ લંકા જવા નીકળ્યા. વાનરસેના સાથે શ્રીરામ સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે બધા માટે મોટો પ્રશ્ન એ હતો કે સેના સાથે સમુદ્રને પાર કેવી રીતે કરવો? આ સમયે એક ક્ષણ એવી આવી જ્યારે ભગવાન શ્રીરામ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે નક્કી કર્યું કે તે સમુદ્રનો નાશ કરી દેશે. 


આ પણ વાંચો: ફેબ્રુઆરી મહિનાથી મેષ સહિત આ રાશિઓનું વધશે બેંક બેલેન્સ, શુક્ર ગ્રહ કરશે માલામાલ


વાલ્મિકી રામાયણ અનુસાર જ્યારે લંકા પહોંચવા માટે સમુદ્ર પાર કરવા તેના પર સેતુ બનાવવા માટે કાર્ય શરૂ કરવામાં આવ્યું તો પથ્થર ડૂબવા લાગ્યા. જેનાથી વાનરસેના નિરાશ થવા લાગી. ત્યાર પછી ભગવાન શ્રીરામે ત્રણ દિવસ સુધી સમુદ્રને રસ્તો આપવા માટે આગ્રહ કર્યો. પરંતુ સમુદ્ર દેવે તેમનો આગ્રહ સ્વીકાર્યો નહીં, તેના કારણે ભગવાન શ્રીરામ ક્રોધિત થઈ ગયા અને તેમણે દરિયાને સુકવી દેવા માટે પોતાનું દિવ્ય બાણ ધનુષ પર ચઢાવી લીધું. આ વાતથી ગભરાઈને સમુદ્ર દેવ શ્રીરામ સામે પ્રગટ થયા અને તેમના ચરણોમાં પડી ક્ષમા માંગી. 


આ પણ વાંચો: Sankatmochan Hanuman: હનુમાનજીના આ સ્વરુપની પૂજા એટલે કારર્કિદીમાં સફળતાની ગેરંટી


ત્યાર પછી સમુદ્ર દવે ક્ષમાયાચના કરી ભગવાન શ્રીરામને શાંત કર્યા અને સાથે જ જણાવ્યું કે તેઓ રામ સેતુ કેવી રીતે બની શકશે. સમુદ્ર દેવે ભગવાન શ્રીરામને જણાવ્યું કે વાનરસેનામાં નલ અને નીલ નામના બે વાનર છે જે વિશ્વકર્માના પુત્ર છે. તેમને વિશ્વકર્મા પાસેથી શિલ્પકલા વારસામાં મળી છે. જો આ બે વાનર દરિયામાં પથ્થર ફેકશે તો ડૂબશે નહીં. જ્યારે તેઓ દરિયામાં પથ્થર ફેકશે તો સમુદ્ર તેને વહી જતા અટકાવશે. ત્યાર પછી નલ અને નીલે દરેક પથ્થર પર રામ નામ લખીને સમુદ્રમાં ફેંકવાનું શરૂ કર્યું. ત્યાર પછી સમુદ્ર પર પથ્થર તરવા લાગ્યા અને પુલનું નિર્માણ થવા લાગ્યું. સંપૂર્ણ રામસેતુ પાંચ દિવસમાં બનીને તૈયાર થયો હતો ત્યાર પછી વાનરસેના સેતુના માધ્યમથી સમુદ્ર પાર કરી લંકા પહોંચી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)