Ramnavami 2023: રામનવમી પર બની રહ્યો છે રૂપિયાનો વરસાદ કરનાર યોગ, આ ત્રણ રાશિઓ થઈ જશે માલામાલ
Ram Navami Puja Muhurat 2023: જો કોઈ વ્યક્તિ ભગવાન રામના આશીર્વાદ મેળવવા માંગે છે, તો રામ નવમી તેમની પૂજા કરવાનો સૌથી શુભ દિવસ છે. ધાર્મિક માન્યતાઓ કહે છે કે ભગવાન રામ રામ નવમીના દિવસે જ પૃથ્વી પર આવ્યા હતા. પંચાગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે.
નવી દિલ્હીઃ Ram Navami Kab Hai: હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓ છે, જેમની પૂજા કરવામાં આવે છે. તેમની સાથે જોડાયેલા તહેવારો પણ આવતા રહે છે. જો કોઈ વ્યક્તિ ભગવાન રામના આશીર્વાદ મેળવવા માંગે છે, તો રામ નવમી તેમની પૂજા કરવાનો સૌથી શુભ દિવસ છે. ધાર્મિક માન્યતાઓ કહે છે કે ભગવાન રામ રામ નવમીના દિવસે જ પૃથ્વી પર આવ્યા હતા. પંચાગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે એક ખુબ શુભ અને દુર્લભ યોગ બની રહ્યો છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળશે. આવો તમને જણાવીએ કઈ રાશિ પર ભગવાન રામની કૃપા થવાની છે.
કયો યોગ બનશે?
પંડિતો પ્રમાણે રામનવમી પર અમૃત સિદ્ધિ યોગ, ગુરૂ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગોની અસર ત્રણ રાશિઓ પર પડશે. ઉલ્લેખનીય છે કે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ 30 માર્ચે સવારે 6 કલાકથી રાત્રે 10.59 કલાક સુધી રહેશે. હવે આ ત્રણ રાશિ વિશે જાણો.
આ પણ વાંચોઃ 700 વર્ષ બાદ ચૈત્રી આઠમ પર દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા માટે બનશે 'સુવર્ણ કાળ'
સિંહ રાશિ
જ્યોતિષના જાણકારો પ્રમાણે સિંહ રાશિના જાતકો માટે આ યોગ ખુબ શુભ રહેશે. તેને પ્રભુ રામની કૃપાથી સફળતા મળશે. દેવામાંથી પણ મુક્તિ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે અને કારોબાર તથા નોકરીમાં પણ લાભ મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રામનવમી ખુબ ફળદાયી રહેશે. તમને આ દિવસે સારા સમાચાર મળી શકે છે. જે લોકોના લગ્ન થયા નથી, તેના માટે માગુ આવી શકે છે. આ સિવાય આર્થિક સ્થિતિ પહેલાં કરતા મજબૂત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે રામનવમીનો દિવસ ભાગ્યનો દરવાજો ખોલનાર સાબિત થશે. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. જો રોકાણ કરવાનું વિચારો છો તો આ દિવસે કરી શકાય છે. ઘણા સમયથી અટવાયેલા કામ પણ શરૂ કરી શકો છો.
આ પણ વાંચોઃ Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મી થશે પ્રસન્ન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube